શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 9 લોકોના મોત, 29 ઇજાગ્રસ્ત; બ્લાસ્ટના વીડિયો આવ્યા સામે
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં નૌગામ પોલીસ સ્ટેશન પાસે દિલ્હી શૈલીના વિસ્ફોટમાં 9 લોકો માર્યા ગયા, જ્યારે 30 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, અને ઘણા વાહન સળગીને રાખ થઈ ગયા. પોલીસ સ્ટેશનની ઇમારતનો એક ભાગ ધ્વસ્ત થઈ ગયો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે શરીરના ભાગોના ચીથરા ઊડી ગયા હતા અને શરીરના ભાગો 300 ફૂટ દૂર સુધી વિખેરાઈ ગયા હતા. વિસ્ફોટ બાદ, આગ ફાટી નીકળી, ઉંચી જ્વાળાઓ ફેલાઈ ગઈ, જેનાથી આકાશ કાળા ધુમાડાથી ઘેરાઈ ગયું.
અહેવાલો અનુસાર, વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકના ઘરોની બારીઓ પણ ધ્રુજી ગઈ. તણખા દૂર દૂર સુધી પડ્યા, જેનાથી આગ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. વિસ્ફોટનો પડઘો દૂર-દૂર સુધી સંભળાયો, જેનાથી લોકો ભયભીત થઈ ગયા. ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ, જેને પોલીસે સંભાળી. પોલીસ અને ફાયર બ્રિગેડે જનતા સાથે મળીને, આગને કાબુમાં લેવા માટે અથાક મહેનત કરી. જનતાની મદદથી, ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા.
Not a Terrorist Attack 🚨Ammonium Nitrate confiscated by cops explodes inside police station in Nowgam, Rawalpora Srinagar, Jammu Kashmir.Blast happened when Police and Tehsildar were inspectingCasualties fearedPrayers for everyone🙏Video📷#Pakistan #india #Afghanistan pic.twitter.com/sUkvtOAwXa — Globally Pop (@GloballyPop) November 14, 2025
Not a Terrorist Attack 🚨Ammonium Nitrate confiscated by cops explodes inside police station in Nowgam, Rawalpora Srinagar, Jammu Kashmir.Blast happened when Police and Tehsildar were inspectingCasualties fearedPrayers for everyone🙏Video📷#Pakistan #india #Afghanistan pic.twitter.com/sUkvtOAwXa
FSL ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પુરાવા એકત્રિત કર્યા. વિસ્ફોટ રાત્રે લગભગ 11:22 વાગ્યે થયો હતો. વિસ્ફોટના અનેક વીડિયો અને CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વિસ્ફોટ એ જ પોલીસ સ્ટેશનમાં થયો હતો જ્યાં દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટ અગાઉ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવા ફરીદાબાદમાં જમ્મુ અને કાશ્મીરના રહેવાસી ડૉ. મુઝમ્મિલ ગનાઈના ભાડાના ઘરમાંથી જપ્ત કરાયેલું 360 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ રાખવામા આવ્યું હતું. તપાસ દરમિયાન વિસ્ફોટક સામગ્રી વિસ્ફોટ થઈ ગઈ.
A massive explosion was caught on CCTV near Nowgam, Srinagar, on Friday. Fire brigade, ambulances, and senior police rushed to the site.Further details are awaited. pic.twitter.com/LWPpHm8HKk — IndiaWarMonitor (@IndiaWarMonitor) November 14, 2025
A massive explosion was caught on CCTV near Nowgam, Srinagar, on Friday. Fire brigade, ambulances, and senior police rushed to the site.Further details are awaited. pic.twitter.com/LWPpHm8HKk
આતંકી મોડ્યુલની પહેલી FIR નૌગામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. વિસ્ફોટક સામગ્રી મેજિસ્ટ્રેટની હાજરીમાં સીલ કરવામાં આવી રહી હતી ત્યારે તે વિસ્ફોટક સામગ્રી વિસ્ફોટ થઈ રહી હતી. જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા શેડો ગ્રુપ (PAFF)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેને આતંકવાદી હુમલા તરીકે તપાસવામાં આવી રહી છે, કારણ કે એવી શંકા છે કે પોલીસ સ્ટેશન પરિસરમાં પાર્ક કરેલી જપ્ત કારમાં IED લગાવવામાં આવ્યું હતું, જેના વિસ્ફોટથી એમોનિયમ નાઈટ્રેટનો ભંડારને ડેતોનેટ કરી દેવામાં આવ્યું, જેના કારણે જબરદસ્ત વિસ્ફોટ થયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp