વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા, PMના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા, PMના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરાયો

11/15/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા, PMના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે પહોંચી ગયા છે. PM સુરત એરપોર્ટથી હેલીકોપ્ટરમાં અંત્રોલી પહોંચ્યા હતા. અહીં તેમને બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરશે. બાદમાં અહીંથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા જશે. આ અવસર પર તેઓ 9,700 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તેમજ સભાને સંબોધન પણ કરશે. હાલ બેવડા હવામાનના કારણે સુરત તંત્ર દ્વારા વડાપ્રધાન મોદી માટે હેલિકોપ્ટરથી જવાની તેમજ બાય રોડ જવાની બંને પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે.


PMના ગુજરાત પ્રવાસમાં ફેરફાર

PMના ગુજરાત પ્રવાસમાં ફેરફાર

વડાપ્રધાન બપોરે લગભગ 12:45 વાગ્યે નર્મદા જિલ્લામાં દેવમોગરા મંદિરમાં પ્રાર્થના કરશે અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે લગભગ 2:45 વાગ્યે તેઓ નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાની મુલાકાત લેશે અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ 9,700 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તેમજ સભાને સંબોધન પણ કરશે.

PMના ગુજરાત પ્રવાસમાં ફેરફાર કરાયો છે. વડાપ્રધાન દિલ્હી જતા પહેલા સુરતમાં બિહારના વતનીઓને મળશે. ​​​​​​સુરત એરપોર્ટ ખાતે વડાપ્રધાન સુરતમાં વસતા બિહારના લોકોનું અભિવાદન ઝીલશે. એરપોર્ટ પર સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીએ વડાપ્રધાનને રજૂઆત કરી હતી.

સી.આર. પાટીલની વાત સાંભળી વડાપ્રધાનએ એરપોર્ટ બહાર આવવા માટે સહમતિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જતા પહેલા સુરતમાં વસતા બિહારના લોકોનું અભિવાદન ઝીલશે. સાંજે 4:00 વાગ્યે સુરત એરપોર્ટ બહાર 10-15 હજાર લોકો PMનું સ્વાગત કરશે.


ગુજરાતના 14 આદિવાસી જિલ્લા માટે 250 બસને લીલી ઝંડી

ગુજરાતના 14 આદિવાસી જિલ્લા માટે 250 બસને લીલી ઝંડી

વડાપ્રધાન આશરે 1,900 કરોડ રૂપિયાના ખર્ચે આદિવાસી વિદ્યાર્થીઓને સમર્પિત 42 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલો (EMRS), સમુદાય-આધારિત પ્રવૃત્તિઓ માટે કેન્દ્ર તરીકે સેવા આપતા 228 બહુહેતુક કેન્દ્રો, દિબ્રુગઢની આસામ મેડિકલ કોલેજ ખાતે સ્પર્ધાત્મકતા કેન્દ્ર અને આદિવાસી સંસ્કૃતિ અને વારસાના સંરક્ષણ માટે મણિપુરના ઇમ્ફાલમાં આદિવાસી સંશોધન સંસ્થા (TRI) ભવનનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારવા માટે ગુજરાતના 14 આદિવાસી જિલ્લાઓ માટે 250 બસોને લીલી ઝંડી આપશે.

વડાપ્રધાન આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે 748 કિલોમીટરના નવા રસ્તાઓ અને DA-JAGUA હેઠળ સમુદાય કેન્દ્રો તરીકે સેવા આપવા માટે 14 આદિવાસી મલ્ટી-માર્કેટિંગ સેન્ટર્સ (TMMC)નો શિલાન્યાસ કરશે. તેઓ ₹2,320 કરોડથી વધુના ખર્ચે 50 નવી એકલવ્ય મોડલ રહેણાક શાળાઓનો શિલાન્યાસ પણ કરશે, જે આદિવાસી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાની સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.

વડાપ્રધાનનો આ પ્રવાસ માત્ર એક વિઝિટ નથી, પરંતુ રાષ્ટ્રના સૌથી મહત્ત્વપૂર્ણ ‘ડ્રીમ પ્રોજેક્ટ' મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ (બુલેટ ટ્રેન)ના કાર્યની સમીક્ષા માટેનો મહત્ત્વનો તબક્કો છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન અંત્રોલી ખાતેનું નિરીક્ષણ ખાસ રીતે આયોજિત કરવામાં આવ્યું છે. તેમને સ્ટેશન અને ટ્રેકના કામની પ્રગતિનું નિરીક્ષણ કરાવવા માટે એક ખાસ ટ્રેક મશીનનો ઉપયોગ કરવામાં આવશે. આ મશીન દેખાવમાં બુલેટ ટ્રેન જેવું જ હોય છે અને તેમાં આરામદાયક બેઠકોની વ્યવસ્થા હોય છે, જે વડાપ્રધાનને ટ્રેનના રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અનુભવ કરાવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top