કોંગ્રેસ છોડીને આવેલા હાર્દિક-અલ્પેશને ન મળ્યો મોકો, જ્યારે આ નેતાનું લીલી પેનથી સહી કરવાનું સપ

કોંગ્રેસ છોડીને આવેલા હાર્દિક-અલ્પેશને ન મળ્યો મોકો, જ્યારે આ નેતાનું લીલી પેનથી સહી કરવાનું સપનું થયું પૂરું! જાણો

10/17/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

કોંગ્રેસ છોડીને આવેલા હાર્દિક-અલ્પેશને ન મળ્યો મોકો, જ્યારે આ નેતાનું લીલી પેનથી સહી કરવાનું સપ

મંત્રીમંડળના વિસ્તરણ પહેલા એવી અટકળો થઈ રહી હતી કે, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને સરકાર નવી જવાબદારી આપી શકે છે. તેથી તેમણે મંત્રીપદ આપવામાં આવી શકે છે. પરંતુ આ બધી અટકળોનો અંત આવી ગયો છે. પરંતું ગત વર્ષે કોંગ્રેસ છોડી કેસરિયો કરનારા અર્જુન મોઢવાડિયાને સત્તાનું પ્રમોશન મળ્યું છે. કોંગ્રેસ ગુજરાતમાં 30 વર્ષોથી સત્તાથી દૂર છે. આવામાં કોંગ્રેસમાં રહીને મંત્રીપદ મળે એ અશક્ય છે. ત્યારે અર્જુન મોઢવાડિયાનું મંત્રી બની લીલી પેનથી સહી કરવાનું સપનુ ભાજપમાં આવીને જ પૂરું થયુ છે.


આ ચર્ચી નેતાને ન મળ્યો મોકો

આ ચર્ચી નેતાને ન મળ્યો મોકો

કોંગ્રેસમાંથી ભાજપમાં આવી પેટાચૂંટણીમાં વિજય મેળવનાર અર્જુન મોઢવાડિયાનું નામ ઓબીસી સમાજમાં મોખરે છે. મોઢવાડિયા સૌરાષ્ટ્રના એક મોટા અને અનુભવી નેતા છે. ત્યારે ભાજપે તેમને મંત્રી પદ આપીને તેમના અનુભવનો લાભ લેવા અને સ્થાનિક રાજકીય સમીકરણો સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે. તાત્કાલિક પક્ષપલટો કર્યા બાદ જ મંત્રીપદ મળે તો તેને એક મોટો સંકેત માનવામાં આવ્યો છે.

બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલ, સીજે ચાવડા અને અલ્પેશ ઠાકોરના મંત્રીપદના અભરખા તો પૂરા ન થયા. ગુજરાત સરકારનું નવુ મંત્રી મંડળ તૈયાર થઈ ગયું છે. મંત્રી મંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ 26 મંત્રીઓ સામેલ કરાયા. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં હવે 3 જૂના અને 5 નવા સહિત આઠ કેબિનેટ કક્ષાના મંત્રી થયા. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 17 રાજ્યકક્ષાના મંત્રીઓ રહેશે. નવી કેબિનેટમાં ત્રણ મહિલાઓને સ્થાન અપાયું. હવે કોને ક્યા ખાતા સોંપાશે તેના પર હવે સૌની નજર રહેશે. કેબિનેટ મંત્રી તરીકે જીતેન્દ્ર વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમ્ન વાજા અને રમણ સોલંકીએ હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા.


હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા

જ્યારે કોંગ્રેસ છોડીને આવેલ અને મંત્રીપદ માટે ચર્ચિત એવા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પટેલે આ વિસ્તરણ અંગે કહ્યું કે, "આ વિસ્તરણ આવનારા દિવસો માટે મહત્ત્વનું સાબિત થશે. તમામ વિસ્તારોના ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવા પ્રયાસ કરાયો છે. મુખ્ય મંત્રી અને દેશના ગૃહમંત્રી અમદાવાદ જિલ્લામાંથી આવે છે. દરેક સમાજના લોકોને પ્રતિનિધિત્વ આપવાનું સ્થાન છે."

જ્યારે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, "મંત્રીમંડળ વિસ્તરણમાં શુભકામના આપવાની હોય. જેટલા પણ મંત્રી બન્યા છે તે બધા યુવાન છે. મહિલાઓ છે. ડાયનેમિક છે. દરેક વર્ગને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયા છે. જેમની પસંદગી થઈ છે તેઓ ગુજરાત માટે સારું કામ કરશે. બનાસકાંઠામાંથી સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણ માળીની પસંદગી થઈ છે તેનો આનંદ છે.પાર્ટીએ જે પસંદગી કરી છે તેમને શુભકામના આપવાનો પ્રસંય છે. રાજકારણમાં પાર્ટી જે નિર્ણય લે તેને સ્વીકારવું જોઈએ. જવાબદારીને નિભાવવા પ્રયાસ કરવો જોઈએ."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top