ગુજરાતના મંત્રીઓને વિભાગો ફાળવાયા, જેમાં DyCM હર્ષ સંઘવી સંભાળશે ગૃહ; જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતના મંત્રીઓને વિભાગો ફાળવાયા, જેમાં DyCM હર્ષ સંઘવી સંભાળશે ગૃહ; જુઓ સંપૂર્ણ યાદી

10/18/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના મંત્રીઓને વિભાગો ફાળવાયા, જેમાં DyCM હર્ષ સંઘવી સંભાળશે ગૃહ; જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં મોટો રાજકીય ઘટનાક્રમ ઘટી ગયો. ભુપેન્દ્ર દાદાના મંત્રીમંડળમાં ફેરફારની સંભાવનાઓ વચ્ચે ગુરુવારે સાંજે તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લેવાયા અને ત્યારબાદ શુક્રવારે આખેઆખું મંત્રીમંડળ બદલાઈ ગયું. જેમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. ગુજરાતનાં નવા મંત્રી મંડળે ગઇકાલે પદ અને ગોપનીયતાના શપથ લઈ લીધા હતા અને ત્યારબાદ તેમને વિભાગોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. ચાલો જાણીએ કોને કયો વિભાગ સોંપવામાં આવ્યો છે.


મંત્રી મંડળમાં કોને કયો વિભાગ ફાળવાયો?

મંત્રી મંડળમાં કોને કયો વિભાગ ફાળવાયો?
  1. ભૂપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી): સામાન્ય વહીવટ, વહીવટી સુધારા અને તાલીમ, આયોજન, બિન-નિવાસી ગુજરાતી વિભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, રસ્તાઓ અને મકાનો તથા કેપિટલ પ્રોજેક્ટ્સ, નર્મદા, કલ્પસર, ખાણ અને ખનિજ, બંદરગહ, માહિતી અને પ્રસારણ, બધી નીતિઓ. (એ બધા વિષયો જે અન્ય મંત્રીઓને ફાળવવામાં આવ્યા નથી.)
  2. હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી): ગૃહ, પોલીસ આવાસ, જેલ, સીમા સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સુરક્ષા, નશાબંધી અને આબકારી, પરિવહન, કાયદો અને ન્યાય, રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંગઠનોનું સંકલન, ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન.

કેબિનેટ મંત્રીઓ

  1. કનુભાઈ દેસાઈ: નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ.
  2. જીતેન્દ્ર (જીતુ) વાઘાણી: કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકારીતા, મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી ફાર્મિંગ.
  3. ઋષિકેશ પટેલ: ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામીણ ગૃહનિર્માણ, વિધાનસભા અને સંસદીય બાબતો.
  4. કુંવરજી બાવળિયા: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામીણ વિકાસ.
  5. નરેશભાઈ પટેલ: આદિવાસી વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગ.
  6. અર્જુન મોઢવાડિયા: વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન. વિજ્ઞાન અને ટેકનોલોજી
  7. 9. ડૉ. પ્રદ્યુમન વાજા: સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
  8. 10. રમણભાઈ સોલંકી: ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો

સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી

1 ઈશ્વરસિંહ પટેલ: જળ સંસાધન, પાણી પુરવઠો (સ્વતંત્ર હવાલો

2. પ્રફુલ્લ પાનશેરિયા: આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો)

3 મનીષા વકીલ: મહિલા અને બાળ વિકાસ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્ય મંત્રી)

રાજ્ય મંત્રી

 પુરુષોત્તમ ભાઈ સોલંકી: મત્સ્યઉદ્યોગ

1. કાંતિલાલ અમૃતિયા: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગા

2. રમેશ કટારા: કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકારીતા, પશુપાલન અને ડેરી ફાર્મિંગ

3. દર્શનાબેન વાઘેલા: શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ

4. કૈશિક વેકરિયા: કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વિધાનસભા અને સંસદીય બાબત

5. પ્રવીણ માળી: વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, પરિવહન

6. ડૉ. જયરામ ગામીત: રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંકલન સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગો, મીઠું ઉદ્યોગ, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગ, છાપકામ અને સ્ટેશનરી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન

7. ​​ત્રિક્રમ છાંગા: ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ

8. કમલેશ પટેલ: નાણા, પોલીસ આવાસ, જેલ, સીમા સુરક્ષા, ગૃહરક્ષક દળ, ગ્રામ રક્ષકો દળ, નાગરિક સુરક્ષા, નશાબંધી અને આબકાર.

9. સંજય સિંહ મહિડા: મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામીણ આવાસ, ગ્રામીણ વિકાસ

10. પીસી બરંડા: આદિવાસી વિકાસ, ખાદ્ય, નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતો

11. સ્વરૂપજી ઠાકોર: ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગ

12. રીવાબા જાડેજા પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ


પ્રફુલ પાનશેરિયા નવા આરોગ્ય મંત્રી બન્યા

પ્રફુલ પાનશેરિયા નવા આરોગ્ય મંત્રી બન્યા

મંત્રીમંડળમાં ફેરબદલથી પ્રમોશન હાંસલ કરીને પ્રફુલ પાનશેરિયાને સ્વતંત્ર હવાલા મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમને આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગો સોંપવામાં આવ્યા છે, જે એક ખૂબ મહત્ત્વ ધરાવે છે. પાનશેરિયાએ રાજ્ય મંત્રી તરીકે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આ સિવાય શહેરી વિકાસ અને પંચાયત વિભાગો પણ બદલી નાખવામાં આવ્યા છે, અને આ વિભાગો નવા મંત્રીઓને સોંપવામાં આવ્યા છે. મંત્રીમંડળમાં ફેરબદલ બાદ પહેલી બેઠક સ્વર્ણિમ કોમ્પ્લેક્સ-1માં યોજાઈ હતી. આ બેઠક દોઢ કલાક ચાલી હતી. વિભાગોની વહેંચણી કરવામાં આવી હતી. હર્ષ સંઘવીને ગૃહમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ ગૃહ રાજ્યમંત્રી હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top