ખાનગી અને સરકારી નોકરીઓ માટે ધક્કા-મુક્કી જેવો માહોલ છે, છતા પૂર્ણ-સમયની નોકરી મેળવવા માટે અનેક અસ્વીકારનો સામનો કરવો પડે છે અને અનેક કંપનીઓના ચક્કર લગાવવા પડે છે. એક ક્રોએશિયન કંપનીમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં CEOએ માત્ર પાંચ મિનિટની વાતચીત બાદ એક યુવતીને નોકરી આપી દીધી.
ક્રોએશિયન સોફ્ટવેર કંપનીના CEO સેન્ડી સ્લોન્જાકે માત્ર પાંચ મિનિટની વાતચીત બાદએક કોલેજ વિદ્યાર્થીને નોકરી પર રાખી. હેરાનીની વાત એ છે કે આ વિદ્યાર્થિની કોઈ પણ નોકરીની જાહેરાત વિના અરજી કરવા માટે સીધી કંપનીમાં આતજી આપવા પહોંચી હતી. CEO સેન્ડી સ્લોન્જાકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી.
કોલેજ વિદ્યાર્થિનીએ કહ્યું કે, મને કઈ આવડતું નથી, જે આજકાલના ઉમેદવારો માટે સામાન્ય નથી. તેની પ્રામાણિકતા અને શીખવાની ઇચ્છાએ CEOનું દિલ જીતી લીધું. CEOએ તરત જ તેને નોકરી ઓફર કરી દીધી.
પોતાની પોસ્ટમાં, સોફ્ટવેર કંપનીના CEO સેન્ડી સ્લોન્જાકે 9 પોઈન્ટ શેર કર્યા છે:
તેણે હિંમત બતાવી અને કંપનીમાં કોઈ ખાલી જગ્યાઓ ન હોવા છતા ખુલ્લા પત્ર દ્વારા અરજી સબમિટ કરી.
તેણે સ્પષ્ટપણે કહ્યું કે તે કંઈ જાણતી નથી.
તેણે જણાવ્યું કે તે શીખવા માટે કોઈપણ પ્રયાસ કરવા તૈયાર છે.
તે સૂચનો અને માર્ગદર્શન માટે ખુલ્લી છે.
તે ખૂબ જ કમ્યુનિકેટિવ અને પોતાના પોઇંટ્સ સીધા અને સંક્ષેપમાં રાખે છે.
તેણે ફાજલ સમયમાં પોતાના પ્રોજેક્ટ્સ પર કામ કર્યું જેથી તેની પાસે કંઈક બતાવવા માટે હોય.
તે સ્માર્ટ, નમ્ર અને મહેનતુ છે.
તેને પગારની ચિંતા નથી અને તે પહેલા ત્રણ મહિના માટે લઘુત્તમ વેતન પર કામ કરવા તૈયાર છે.
તેણી આવતીકાલથી કામ શરૂ કરવા માટે તૈયાર છે.