બેંકની ભૂલથી યુવતીને મળી ઓવરડ્રાફ્ટની સુવિધા, એક જ ઝાટકે વાપરી નાખ્યા 18 કરોડ રૂપિયા અને પછી...
બેંકની એક ભૂલને કારણે એક છોકરીને કરોડોની શોપિંગ કરવાનો મોકો મળ્યો. તેણે પોતાના ખાતામાંથી 18 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી નાખ્યા. તેના ખાતામાં આટલા પૈસા ન હોવા છતાં યુવતીએ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા કારણ કે બેંકે યુવતીને ભૂલથી અનલિમિટેડ ઓવરડ્રાફ્ટ આપી દીધો હતો.
ઓવરડ્રાફ્ટ એક નાણાકીય સુવિધા છે. તેના દ્વારા તમે તમારા બેંક ખાતામાં પૈસા ન હોવા છતાં પણ તેમાંથી પૈસા ઉપાડી શકો છો. આ એક પ્રકારની ટૂંકા ગાળાની લોન છે, જે નિર્ધારિત સમયમાં ચૂકવવી પડે છે. ઓસ્ટ્રેલિયાની વેસ્ટપેક બેંકે આકસ્મિક રીતે ક્રિસ્ટીન જિયાક્સિન નામની વિદ્યાર્થીને આ ઓવરડ્રાફ્ટ સુવિધા આપી અને તે પણ અનલિમિટેડ.
મૂળ મલેશિયાની 21 વર્ષની ક્રિસ્ટીન મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગઈ હતી. દરમિયાન, વેસ્ટપેક બેંકે ભૂલથી ક્રિસ્ટીનના ખાતામાં અમર્યાદિત ઓવરડ્રાફ્ટ સુવિધાને મંજૂરી આપી હતી.
ક્રિસ્ટીનને જ્યારે આ વાતની ખબર પડી તો તેણે બેંકને જાણ કર્યા વગર જ શોપિંગમાં પૈસા ઉડાડવા માંડ્યા. ક્રિસ્ટીને જ્વેલરી, પાર્ટી, ટ્રાવેલ, ડિઝાઈનર હેન્ડબેગમાં કરોડો રૂપિયા ખર્ચ્યા. તે વૈભવી જીવન જીવવા લાગી. આટલું જ નહીં ક્રિસ્ટિને એક મોંઘો એપાર્ટમેન્ટ પણ લીધો હતો. આ સાથે લગભગ 2.5 લાખ રૂપિયા તેના અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
અહેવાલ અનુસાર, લગભગ 11 મહિના સુધી ક્રિસ્ટીન બેંકમાંથી છેતરપિંડી અને પૈસા પડાવતી રહી. જોકે, આ વાતનો ખુલાસો થતાં ક્રિસ્ટીનની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે આ મામલો કોર્ટમાં પહોંચ્યો તો ક્રિસ્ટીન પરના તમામ આરોપો ફગાવી દેવામાં આવ્યા અને તેનો છુટકારો થયો.
તેના ખુલાસામાં ક્રિસ્ટીને કહ્યું કે મને લાગ્યું કે મારા માતા-પિતાએ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. તે જ સમયે, તેના વકીલે દલીલ કરી હતી કે ક્રિસ્ટીન છેતરપિંડી માટે દોષિત નથી કારણ કે બેંકે ભૂલ કરી હતી. બીજી તરફ ક્રિસ્ટીનના બોયફ્રેન્ડ વિન્સેન્ટ કિંગે દાવો કર્યો હતો કે ક્રિસ્ટીન પાસે કેટલી મોટી રકમ હતી તે અંગે તે અજાણ હતો. બાદમાં, ક્રિસ્ટીન સિડનીથી મલેશિયામાં તેના ઘરે રહેવા ગઈ. જો કે, તપાસ એજન્સીઓએ ક્રિસ્ટીન પાસેથી 9 કરોડથી વધુની સંપત્તિ રિકવર કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp