અજાણ્યાં ભક્તે અયોધ્યા મોકલી રૂ.30 કરોડની રામલલ્લાની હિરા-માણેક જડિત મૂર્તિ! જુઓ સુંદર તસ્વીરો

અજાણ્યાં ભક્તે અયોધ્યા મોકલી રૂ.30 કરોડની રામલલ્લાની હિરા-માણેક જડિત મૂર્તિ! જુઓ સુંદર તસ્વીરો

12/24/2025 National

SidhiKhabar

SidhiKhabar

અજાણ્યાં ભક્તે અયોધ્યા મોકલી રૂ.30 કરોડની રામલલ્લાની હિરા-માણેક જડિત મૂર્તિ! જુઓ સુંદર તસ્વીરો

અયોધ્યા રામ મંદિર પરિસરમાં ટૂંક સમયમાં રામ લલ્લાની એક ભવ્ય અને કિંમતી સુવર્ણ પ્રતિમા બિરાજમાન કરવામાં આવશે. માહિતી મુજબ, કર્ણાટકના એક ગુપ્ત દાતા દ્વારા અર્પણ કરાયેલી આ પ્રતિમા મંગળવારે સાંજે અયોધ્યા પહોંચી હતી. હીરા, માણેક અને પન્ના જેવા કિંમતી રત્નોથી જડિત આ સુવર્ણ પ્રતિમાની કિંમત રૂ. 30 કરોડ જેટલી આંકવામાં આવી છે.


મૂર્તિની વિશેષતા

મૂર્તિની વિશેષતા

માહિતી પ્રમાણે, દક્ષિણ ભારતીય શૈલીમાં તૈયાર કરાયેલી આ મૂર્તિ આશરે 10 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી છે. આ અંગે માહિતી આપતાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યએ જણાવ્યું હતું કે, ‘આ દાતાએ તેમની ઓળખ ગુપ્ત રાખી છે. હાલ મૂર્તિની વિવિધ સ્તરે ચોકસાઈ કરાઈ રહી છે. આ મૂર્તિનું વજન આશરે 500 કિલો છે.’ આ મૂર્તિને તૈયાર કરવામાં તમિલનાડુના તાંજોરના કુશળ કારીગરોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હીરા, નીલમ અને સોનાથી બનેલી આ મૂર્તિમાં કઈ ધાતુનો કેટલો ઉપયોગ થયો છે, તેની નિષ્ણાતો દ્વારા તપાસ થઇ રહી છે. આ પ્રતિમા દક્ષિણ ભારતના પરંપરાગત કર્ણાટક શૈલીમાં બનાવવામાં આવી છે. પ્રતિમાના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


સ્થાપના પહેલા અનાવરણ

માહિતી પ્રમાણે, આ પ્રતિમાની સ્થાપના માટે સંત તુલસીદાસ મંદિરની નજીક અંગદ ટીલા પર કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રતિમાની સ્થાપના પહેલા અનાવરણ કરવામાં આવશે, પછી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થશે. આ કાર્યક્રમમાં દેશભરના સંતો-મહંતોને બોલાવવામાં આવશે. આ પ્રતિમા અયોધ્યાના ગર્ભગૃહમાં સ્થાપિત રામ લલ્લાની નવી બનેલી મૂર્તિની પ્રતિકૃતિ હોવાનું કહેવાઈ રહ્યું છે.

રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની બીજી વર્ષગાંઠ માટેની મુખ્ય ધાર્મિક અનુષ્ઠાન 31 ડિસેમ્બરે થશે. જ્યારે રામ મંદિર સંકુલમાં ધાર્મિક કાર્યક્રમો 27 ડિસેમ્બરથી શરૂ થશે અને 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ પાંચ દિવસીય મહોત્સવમાં રામ મંદિરના ગર્ભગૃહમાં અભિષેક, શૃંગાર, ભોગ અને પ્રાગટ્ય આરતી જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top