પૈસાની લાલચમાં પુત્રોએ પિતાની હત્યા માટે રચ્યું અનોખું કાવતરું! પણ ન બચી શક્યા પોલીસથી, આ રીતે

પૈસાની લાલચમાં પુત્રોએ પિતાની હત્યા માટે રચ્યું અનોખું કાવતરું! પણ ન બચી શક્યા પોલીસથી, આ રીતે થયો પર્દાફાશ!

12/24/2025 National

SidhiKhabar

SidhiKhabar

પૈસાની લાલચમાં પુત્રોએ પિતાની હત્યા માટે રચ્યું અનોખું કાવતરું! પણ ન બચી શક્યા પોલીસથી, આ રીતે

તમિલનાડુથી ક્રૂરતાની તમામ હદો વટાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુત્રોએ પૈસાની લાલચમાં પોતાના સગા બાપ સાથે અમાનવીય કૃત્ય આચર્યું હતું. માહિતી મુજબ, સરકારી શાળાના લેબ આસિસ્ટન્ટ એવા પિતાના નામે લીધેલી 3 કરોડ રૂપિયાની વીમા પૉલિસી પચાવી પાડવા માટે બે સગા પુત્રોએ પિતાની હત્યા કરી નાખી હતી. જો કે, પોલીસે આ મામલે તપાસ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી.


ઘટનાનો પર્દાફાશ

ઘટનાનો પર્દાફાશ

વાત જાણે એમ છે કે, તમિલનાડુના પોથાથુરપેટ્ટાઈ ગામમાં ઓક્ટોબર મહિનામાં 56 વર્ષીય ઈ.પી. ગણેશનનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યો હતો. પરિવારના દાવા મુજબ, ગણેશનનું ઊંઘમાં જ  સાપ કરડવાથી મોત થયું હતું. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. પરંતુ મામલો ત્યારે ગુંચવાયો જ્યારે પુત્રોએ પિતાના 3 કરોડ રૂપિયાના ક્લેમ માટે અરજી કરી. અને ટે દરમિયાન વીમા કંપનીને લાભાર્થીઓનું વર્તન શંકાસ્પદ લાગ્યું હતું. તેથી વીમા કંપનીની વિનંતી પર પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી તો આ 'અકસ્માત' પાછળનું ભયાનક કાવતરું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, આરોપી પુત્રોએ પિતાની હત્યા કરવા માટે વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું હતું.


પુત્રોનું કાવતરું

પુત્રોનું કાવતરું

પુત્રોએ સૌ પ્રથમ ઝેરી કોબ્રાની વ્યવસ્થા કરી પિતાને કરડાવ્યો હતો, પરંતુ ત્યારે ગણેશનનો બચી જતાં પ્લાન નિષ્ફળ રહ્યો હતો. તેથી એક અઠવાડિયા બાદ, ફરી આરોપીઓએ અત્યંત ઝેરી 'કોમન ક્રેટ' (કાળતરો) સાપની વ્યવસ્થા કરી. આ વખતે તેઓએ પિતાના ગળાના ભાગે સાપ કરડાવ્યો હતો. ઉપરાંત, સાપ કરડ્યા બાદ આરોપીઓએ તરત જ તે સાપને મારી નાખ્યો હતો જેથી કોઈને શંકા ન જાય. અહીં ઝેર ચડવા છતાં તેઓ પિતાને યોગ્ય સમયે હોસ્પિટલ ન લઈ ગયા, જેથી તેમનું મોત નિશ્ચિત થાય. પોલીસે આ કેસમાં ખુલાસો થતાં ગણેશનના બે પુત્રો સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં સાપ પૂરા પાડનારા અને આ કાવતરામાં મદદ કરનારા સાથીદારોનો પણ સમાવેશ થાય છે. હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ હત્યા અને કાવતરું રચવાની કલમો હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top