2016માં બેન થયેલી રૂ. 500 અને 1000ની જૂની નોટોનો ભંડાર મળ્યો, 4ની ધરપકડ
દિલ્હીમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરતા 500 અને 1000 રૂપિયાની જૂની નોટોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. કુલ 3.5 કરોડથી વધુની બંધ કરાયેલી નોટો પકડાઈ છે. આ મામલે ચાર વ્યક્તિઓ હર્ષ, ટેક ચંદ્ર ઠાકુર, લક્ષ્ય અને વિપિન કુમારની સ્થળ પર ધરપકડ કરવામાં આવી હતી. તેઓ જૂની નોટો બદલવાનું વચન આપીને લોકોને છેતરતા હતા. તેમણે સ્વીકાર્યું કે તેઓ જાણતા હતા કે તેઓ ગેરકાયદેસર રીતે નોટો બદલી રહ્યા છે.
પોલીસને માહિતી મળી હતી કે શાલીમાર બાગ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 4 નજીક કેટલાક વ્યક્તિઓ મોટી માત્રામાં બંધ કરાયેલી નોટો બદલવાના છે. પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો અને ચારેય વ્યક્તિઓને પકડી લીધા. દરોડા દરમિયાન પોલીસે 3.5 કરોડ રૂપિયાથી વધુની મૂળ કિંમતની જૂની 500 અને 1000 રૂપિયાની નોટોનો મોટો જથ્થો જપ્ત કર્યો. આ ઉપરાંત, બે વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેનો ઉપયોગ તેઓ નોટો પરિવહન કરવા માટે કરતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ચારેય આરોપીઓ ખૂબ જ ઓછી કિંમતે આ નોટો ખરીદતા અને વેચતા હતા. તેમણે લોકોને એમ કહીને છેતર્યા કે આ નોટો RBIમાં બદલી શકાય છે, જે સંપૂર્ણપણે ખોટું છે. આ સ્પષ્ટપણે છેતરપિંડી, કાવતરું અને સ્પેસિફાઇડ બેંક નોટ્સ એક્ટનું ઉલ્લંઘન છે.
હર્ષ - ઉંમર 22 વર્ષ, સેક્ટર 25, રોહિણીનો રહેવાસી
ટેક ચંદ ઠાકુર- ઉંમર 39 વર્ષનો, સેક્ટર 25, રોહિણીનો રહેવાસી
લક્ષ્ય - ઉંમર 28 વર્ષ, બ્રિજપુરીનો રહેવાસી
વિપિન કુમાર - 38 વર્ષનો, ફિરોઝશાહ રોડ, મૂળ હિમાચલ પ્રદેશનો રહેવાસી
ચારેય આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓ જાણતા હતા કે આટલી મોટી માત્રામાં રદ થયેલી નોટો રાખવી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને તેમને રાખવાનું કોઈ માન્ય કારણ નહોતું. જલદી પૈસા કમાવવાની લાલચમાં તેઓ આ ધંધામાં સામેલ થયા હતા. પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp