‘આવી રીતે નહીં જીતી શકો નોબેલ પુરસ્કાર’, અમેરિકન ગૃહમાં PM મોદી અને પુતિનની તસવીર લઈને કેમ પહોંચ્યા US સાંસદ?
અમેરિકન સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિનનો સેલ્ફી જોવા મળી હતી. સાંસદ સિડની કમલેગર-ડવ આ સેલ્ફીનું પોસ્ટર લઈને પહોંચ્યા હતા. વિદેશ નીતિને લઈને ચર્ચાથઈ રહી હતી. ત્યારે જ તેમણે પોસ્ટર બતાવ્યું. પોસ્ટર તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે અમેરિકા જ ભારતને રશિયાની નજીક ધકેલી રહ્યું છે. અમેરિકા અને ભારત ભાગીદારીને અમેરિકા જ નબળી પાડી રહ્યું છે. ભારત પ્રત્યે ટ્રમ્પની નીતિઓ પોતાને નુકસાન પહોંચાડીને બીજાઓને પાઠ ભણાવવા જેવી છે.’
સાંસદ કમલેગર-ડોવે કહ્યું કે ટ્રમ્પની દબાણયુક્ત યુક્તિઓ આપણા બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક વિશ્વાસ અને પરસ્પર સમજણને કાયમી નુકસાન પહોંચાડી રહી છે. પોસ્ટર તરફ ઈશારો કરીને સાંસદે કહ્યું કે, ‘આ ચિત્ર હજાર શબ્દો બરાબર છે. તમે આપના વ્યૂહાત્મક ભાગીદારોને વિરોધીઓના ખોળામાં ધકેલીને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં જીતી શકો. અમેરિકા માટે જાગવાનો સમય આવી ગયો છે, એક દબાણ બનાવનાર ભાગીદાર હોવાની એક કિંમત ચૂકવવી પડે છે.’
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગયા અઠવાડિયે બે દિવસની મુલાકાત માટે ભારત આવ્યા હતા. પ્રોટોકોલ તોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુતિનનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારબાદ બંને નેતાઓ એક જ કારમાં એરપોર્ટથી નીકળ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓનો સેલ્ફી સામે આવી હતી. આ અગાઉ, બંને નેતાઓએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં એક જ કાર શેર કરી હતી. 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પુતિનની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હતી.
પુતિનની ભારત મુલાકાતને અમેરિકા અને યુરોપિયન દેશોના મજબૂત પ્રતિભાવ તરીકે જોવામાં આવી રહી છે. અમેરિકા અને યુરોપ પુતિનને અલગ-થલગ પાડવા માગે છે. યુરોપ અને અમેરિકાએ રશિયાના અર્થતંત્રને નબળા પાડવાના ઈરાદાથી રશિયા પર અનેક પ્રતિબંધો લાદ્યા છે. જો કે, ભારત ઓછા ભાવે મોટા પ્રમાણમાં રશિયન ક્રૂડ તેલ ખરીદી રહ્યું છે. અમેરિકા પણ ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા માટે સતત દબાણ કરી રહ્યું છે. જોકે, ભારતે ઇનકાર એમ કહેતા ઇનકાર કરી દીધો હતો કે ઘણા યુરોપિયન દેશો પણ રશિયા પાસેથી તેલ ખરીદે છે. ત્યારબાદ, અમેરિકાએ દબાણ લાવવા માટે ભારત પર ટેરિફ લાદ્યા. પરંતુ ટ્રમ્પની આ દબાણ વ્યૂહરચનાની પણ કોઈ અસર થઈ નહીં.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp