ભચાઉ હાઈવે પર LPG ટેન્કરમાં બ્લાસ્ટ, 6થી વધુ વાહનો બળીને રાખ થયા; ભયાનક ઘટનાનો વીડિયો આવ્યો સામ

ભચાઉ હાઈવે પર LPG ટેન્કરમાં બ્લાસ્ટ, 6થી વધુ વાહનો બળીને રાખ થયા; ભયાનક ઘટનાનો વીડિયો આવ્યો સામે

12/01/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ભચાઉ હાઈવે પર LPG ટેન્કરમાં બ્લાસ્ટ, 6થી વધુ વાહનો બળીને રાખ થયા; ભયાનક ઘટનાનો વીડિયો આવ્યો સામ

કચ્છના ભચાઉ નજીક કટારિયા તીર્થ નજીત ડિસેમ્બરના પહેલા દિવસની સવાર ગોઝારી રહી. ડિસેમ્બરના પહેલા જ દિવસે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. જૂના કટારિયા ઓવરબ્રિજથી માળિયા તરફ જતા નેશનલ હાઈવે પર LPG ગેસ ભરેલું ટેન્કર ધડાકાભેર ફાટ્યું હતું, જેના કારણે આસપાસના કેટલાક વાહનો પણ આગની લપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.


6 વાહનો બળીને થયા રાખ

6 વાહનો બળીને થયા રાખ

આ દુર્ઘટના નેશનલ હાઈવે પર ઘટી છે અને તેના કારણે ભયાનક દૃશ્યો સર્જાયા હતા. ધડાકા સાથે જ ગેસ ભરેલા ટેન્કરના ફુરચેફુરચા ઉડી ગયા હતા. આ સાથે જ તેમાં લાગેલી ભીષણ આગમાં નજીકની હાઈવે હોટેલ પાસે ઊભેલાં 6થી વધુ વાહનો ઝપેટમાં આવી ગયા હતા. ભચાઉ ફાયર ટીમના અધિકારીએ આ અંગે જણાવતા કહ્યુ કે, અમને સવારે 5.12ની આસપાસ ફોન આવ્યો હતો. જેમાં જણાવાયું હતુ કે, જૂના કટારિયાની પાસે ગેસનું ટેન્કર પલટી જતા બ્લાસ્ટ થયો છે. આ સાથે આગ લાગી છે. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.


નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો

નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો

આ ભયાનક દુર્ઘટનામાં ટેન્કરના ચાલક સહિત અન્ય લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે, જોકે મોતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. દુર્ઘટનાના પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. બનાવ અંગે જાણ થતા જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભચાઉ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર દોડી જઈને યુદ્ધના ધોરણે અગ્નિશમનની કામગીરી હાથ ધરી હતી. સામખિયાળી પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે. અને પરિસ્થિતિને કાબૂમાં લેવા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top