આન્દ્રે રસેલે IPLમાંથી લઈ લીધી નિવૃત્તિ, જણાવ્યું હવે શું કરશે

આન્દ્રે રસેલે IPLમાંથી લઈ લીધી નિવૃત્તિ, જણાવ્યું હવે શું કરશે

12/01/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

આન્દ્રે રસેલે IPLમાંથી લઈ લીધી નિવૃત્તિ, જણાવ્યું હવે શું કરશે

રવિવારે, જ્યારે ક્રિકેટ ચાહકો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા, ત્યારે વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ખેલાડી આન્દ્રે રસેલે IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. રસેલ 2014 થી શાહરૂખ ખાનની IPL ટીમ, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે સતત છગ્ગા વરસાવી રહ્યો હતો. IPL નિવૃત્તિ પછી શાહરૂખ ખાને પણ ક્રિકેટ સ્ટાર પર પોતાનો પ્રેમ વરસાવ્યો. બોલિવૂડ સ્ટારે એક ભાવનાત્મક નોટ લખીને તેને KKR ટીમનો ચમકતો સ્ટાર ગણાવ્યો. શાહરૂખ લખે છે કે, ‘અદ્ભુત ક્ષણો માટે આભાર, આન્દ્રે. અમારો સેનાપતિ એક ચમકતા બખ્તરમાં. KKRમાં તમારું યોગદાન ઐતિહાસિક છે. એક સ્પોર્ટ્સમેન તરીકે તમારા માટે એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. તમારો અનુભવ અને વિઝડમ આગામી પેઢી માટે વરદાન હશે. પોતાના મોહક રમૂજનું પ્રદર્શન કરતા શાહરૂખ ખાને ઉમેર્યું કે, ‘અને હા! કોઈપણ અન્ય જર્સી તમારા પર અજીબ લાગશે. મસલ રસેલ ફોર લાઈફ. હું તમને પ્રેમ કરું છું. ક્રિકેટને પ્રેમ કરતા દરેક વ્યક્તિ તરફથી પ્રેમ મોકલી રહ્યો છું.


આન્દ્રે રસેલે KKR ટીમ સાથે સંકળાયેલા રહેશે

આન્દ્રે રસેલે KKR ટીમ સાથે સંકળાયેલા રહેશે

આન્દ્રે રસેલે રવિવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, ‘હું IPLમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું... પણ ગૌરવ જળવાઈ રહેશે. IPLમાં કેટલી સારી સફર રહી છે—યાદોથી ભરેલી 12 સીઝન અને KKR પરિવાર તરફથી ખૂબ પ્રેમ. હું વિશ્વભરની અન્ય લીગમાં છગ્ગા મારતો રહીશ અને વિકેટ લેતો રહીશ. અને સૌથી સારી વાત? હું ઘર છોડી રહ્યો નથી. તમે મને KKRના સપોર્ટ સ્ટાફ અને પાવર કોચના ભાગ રૂપે એક નવી ભૂમિકામાં જોશો. એક નવો અધ્યાય. એ જ ઉર્જા. કાયમ માટે એક નાઈટ.’


શાહરૂખ ખાનનો ક્રિકેટ સાથે ઊંડો સંબંધ

શાહરૂખ ખાનનો ક્રિકેટ સાથે ઊંડો સંબંધ

શાહરૂખ ખાન અને ક્રિકેટનો લાંબા સમયથી ઊંડો સંબંધ રહ્યો છે. શાહરૂખની ટીમ KKR, એક અગ્રણી IPL ટીમ છે અને તેણે બે વાર ટાઇટલ જીત્યું છે. રસેલ 2014માં KKR સાથે જોડાયો હતો, એજ વર્ષે IPL ટાઇટલ જીત્યું હતું. રસેલ ત્યારથી ટીમ સાથે સંકળાયેલો છે. શાહરૂખ ખાન પણ વારંવાર તેની મેચ જોવા માટે પહોંચે છે.

રસેલે 140 IPL મેચોમાં ભાગ લીધો, જેમાં 174.18 ના સ્ટ્રાઇક રેટથી 2,651 રન બનાવ્યા અને 23.28ની સરેરાશથી 123 વિકેટ લીધી. આમાંની મોટાભાગની સિદ્ધિઓ કોલકાતા નાઈટ રાઇડર્સ માટે હતી, જ્યાં તેણે 2,593 રન અને 122 વિકેટ મેળવી હતી. તેના પ્રદર્શનથી તેને બે વાર લીગનો મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ મળ્યો: પ્રથમ 2015માં અને પછી 2019માં, ટુર્નામેન્ટની સૌથી આશાસ્પદ ઓલરાઉન્ડ પ્રતિભાઓમાંની એક તરીકેની તેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી. કોચિંગમાં ફેરફાર તે જ વર્ષે થયો જ્યારે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, જેનાથી આ ક્ષણ વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top