આ ગુજરાતી બેટ્સમેને 31 બોલમાં સદી ફટકારી, IPL 2026 અગાઉ દેખાયો વિસ્ફોટક અંદાજ
ગુજરાત અને સર્વિસીસ વચ્ચેની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચમાં, ગુજરાતના બેટ્સમેન ઉર્વિલ પટેલે માત્ર 31 બોલમાં શાનદાર સદી ફટકારી અને પોતાની ટીમને શાનદાર જીત અપાવી. ઉર્વિલને IPL 2026 માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ રિટેઇન કરવામાં આવ્યો છે. તેને ફ્રેન્ચાઇઝી દ્વારા પાછલી સીઝન માટે મેગા ઓક્શનમાં 30 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. IPL 2026 અગાઉ ઉર્વિલનું ફોર્મમાં પાછા ફરવું CSK માટે સારા સમાચાર છે, કારણ કે તે પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે.
આ મેચમાં, સર્વિસીસે પહેલા બેટિંગ કરતા ગુજરાતને 183 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં લક્ષ્યનો પીછો કરતા કેપ્ટન ઉર્વિલ પટેલે પહેલા જ બોલથી વિસ્ફોટક બેટિંગ શરૂ કરી દીધી અને સર્વિસીસના બોલરો તેને રોકવામાં નિષ્ફળ ગયા. ઉર્વીલે 300થી વધુની સ્ટ્રાઇક રેટથી માત્ર 37 બોલમાં અણનમ 119 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેમાં 12 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે.
કેપ્ટન ઉર્વીલની વિસ્ફોટક ઇનિંગને કારણે ગુજરાતે માત્ર 12.3 ઓવરમાં 183 રનના લક્ષ્યનો પીછો કર્યો. આર્ય દેસાઇએ કેપ્ટન ઉર્વીલ પટેલ સાથે ઇનિંગની શરૂઆત કરી અને બંનેએ પ્રથમ વિકેટ માટે 174 રનની ભાગીદારી કરી. ઉર્વીલે માત્ર 31 બોલમાં સદી ફટકારી જ એકોઈ ભારતીય બેટ્સમેન દ્વારા ત્રીજી સૌથી ઝડપી T20 સદી છે. આર્યએ 171.43ની સ્ટ્રાઇક રેટથી 35 બોલમાં 60 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.
IPL 2026 સીઝન અગાઉ ઉર્વીલ પટેલની ઇનિંગે બતાવી દીધું છે કે તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતા કહેર મચાવવા માટે તૈયાર છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2025 સીઝન માટે મિની-ઓક્શનમાં ઉર્વિલ પટેલને ખરીદ્યો હતો. આગામી IPL સીઝન માટે CSK દ્વારા તેને રિટેઇન કરવામાં આવ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp