‘જો ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતી તો અમે...’, ફાઇનલ અગાઉ BCCIની મોટી જાહેરાત; જુઓ વીડિયો

‘જો ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતી તો અમે...’, ફાઇનલ અગાઉ BCCIની મોટી જાહેરાત; જુઓ વીડિયો

11/01/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

‘જો ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતી તો અમે...’, ફાઇનલ અગાઉ BCCIની મોટી જાહેરાત; જુઓ વીડિયો

રવિવારે મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાશે. ભારત પહેલા 2 વાર ફાઇનલમાં પહોંચ્યું છે પરંતુ ક્યારેય ટાઇટલ જીતી શક્યું નથી, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલી વાર ફાઇનલમાં પહોંચી રહી છે. આ મેચ અગાઉ, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે ટીમ ઇન્ડિયાની સફળતા માટે ICC પ્રમુખ જય શાહને શ્રેય આપ્યો, જે અગાઉ BCCI સેક્રેટરી તરીકે સેવા આપી ચૂક્યા હતા.

PTI સાથે વાત કરતા BCCI સેક્રેટરીએ કહ્યું કે, ‘જય શાહના નેતૃત્વ હેઠળ BCCIએ મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે એક મજબૂત રોડમેપ તૈયાર કર્યો, જેમાં મહિલા પ્રીમિયર લીગ (WPL)ની શરૂઆત અને આંતરરાષ્ટ્રીય મેચો માટે પુરુષ અને મહિલા ખેલાડીઓ વચ્ચે પગાર સમાનતા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. અમારો ઉદ્દેશ હંમેશાં મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહિત અને સશક્ત બનાવવાનો રહ્યો છે.’


જીતની ઉજવણી શાનદાર હશે

જીતની ઉજવણી શાનદાર હશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 2005માં પ્રથમ વખત વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચમાં ભારતને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. ભારતીય ટીમ 2017માં બીજી વખત ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં ઇંગ્લેન્ડે ટાઇટલ જીત્યું હતું. હવે ભારત ત્રીજી વખત ફાઇનલમાં છે. BCCI સચિવે વચન આપ્યું હતું કે જો ટીમ ઇન્ડિયા જીતશે તો ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવશે.

PTI સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘જો ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનશે, તો અમે ચોક્કસપણે તેમની જીતની ભવ્ય રીતે ઉજવણી કરીશું.’ મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ રવિવાર, 2 નવેમ્બરના રોજ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ બપોરે 03:00 વાગ્યે શરૂ થશે, ટોસ બપોરે 2:30 વાગ્યે થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top