ટ્રોફી ચોર મોહસીન નકવીનું મગજ ઠેકાણે આવ્યું! આ દેશના ક્રિકેટ બોર્ડને સોંપી એશિયા કપની ટ્રોફી
એશિયા કપની ટ્રોફી ચોર પાકિસ્તાની મંત્રી મોહસીન નકવીને BCCI છોડવાના મૂડમાં નથી. આ દરમિયાન એક અન્ય મોટું અપડેટ બહાર આવ્યું છે કે, ટ્રોફી ચોર મોહસીન નકવીએ UAE ક્રિકેટ બોર્ડને એશિયા કપ ટ્રોફી આપી દીધી છે. એશિયા કપ ટ્રોફી UAE ક્રિકેટ બોર્ડને સોંપી દીધી છે. જોકે ટ્રોફીને લઈને આ પરિસ્થિતિ સ્પષ્ટ નથી કે ટ્રોફી ક્યારે ભારતીય ટીમને સોંપવામાં આવશે.
આ અગાઉ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય બોર્ડ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચીફ મોહસીન નકવી વિરુદ્ધ મહાભિયોગ લાવવા પર વિચારણા કરી રહ્યું છે. એશિયા કપમાં ભારતની જીત બાદ નકવી વિજયી ટ્રોફી પોતાની સાથે લઈને જતો રહ્યો હતો. NDTVના રિપોર્ટ અનુસાર, સેક્રેટરી દેવજીત સૈકિયાનું કહેવું છે કે નકવીએ ACC અને ICCની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. એટલું જ નહીં, નકવીનું વર્તન 'અયોગ્ય અને અસભ્ય' હતું. તેઓ આગામી ICC મીટિંગમાં આ મુદ્દો ઉઠાવશે.
આ આખો હોબાળો તાજેતરમાં સમાપ્ત થયેલ એશિયા કપ 2025 ટ્રોફી સાથે જોડાયેલોછે. પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની અંતિમ મેચ 28 સપ્ટેમ્બરના રોજ દુબઇમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમી હતી. જ્યાં ભારતીય ટીમે ફાઇનલ મેચ જીતી હતી અને મોહસીન નકવીના હાથે ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો હતો. તેના થોડા સમય બાદ નકવી ટ્રોફી અને મેડલ તેની સાથે હોટલમાં લઈને જતો રહ્યો હતો.
સમગ્ર ક્રિકેટ જગત નકવીના આ બેજવાબદાર કૃત્યથી હેરાન છે, પરંતુ BCCI તેને પાઠ ભણાવવા માટે કટિબદ્ધ છે. ટ્રોફીના વિવાદ પર, BCCIએ તેની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે અને કહ્યું છે કે અમને ટ્રોફી મલાવી જોઈએ. નહિંતર, જો જરૂર હોય તો, અમે તેને સીધા ACC કાર્યાલય પાસેથી લઈશું.
નકવી ACC તેમજ PCBનો અધ્યક્ષ છે. માત્ર આટલું જ નહીં, તે પાકિસ્તાનનો ગૃહ મંત્રી પણ છે. અંતિમ મેચમાં પાકિસ્તાનની હાર બાદ, ઘણા પૂર્વ ક્રિકેટરોએ તેને PCBના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનું કહ્યું છે. પરંતુ ટ્રોફી ચોર નફ્ફટ નકવીએ હજી સુધી આ મુદ્દા પર કોઈ નિવેદન આપ્યું નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp