અમદાવાદમાં 3 વર્ષીય બાળકીનો ચમત્કારિક બચાવ, માસૂમ રમી રહી હતી અને સગીરે તેના પર કાર ચઢાવી દીધી;

Video: અમદાવાદમાં 3 વર્ષીય બાળકીનો ચમત્કારિક બચાવ, માસૂમ રમી રહી હતી અને સગીરે તેના પર કાર ચઢાવી દીધી; પછી....

10/29/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદમાં 3 વર્ષીય બાળકીનો ચમત્કારિક બચાવ, માસૂમ રમી રહી હતી અને સગીરે તેના પર કાર ચઢાવી દીધી;

જા કો રાખે સાઈયા, માર શકે ના કોઈ આ પંક્તિ બોલતા તમે ઘણા લોકોને જોયા હશે. આ વાક્યને ચરિતાર્થ કરતી ઘટના અમદાવાદમા બની છે. અમદાવાના નોબલ નગર વિસ્તારમાં સગીર કાર ચાલકે ત્રણ વર્ષની બાળકીને ટક્કર મારી દીધી હતી.


બાળકીનો ચમત્કારિક બચાવ

બાળકીનો ચમત્કારિક બચાવ

આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જે જોઈને કોઈ પણ વ્યક્તિના રૂવાડા ઊભા થઈ જાય. ટ્રાફિક જી ડિવિઝન પોલીસે બેદરકારીથી ફોર વ્હીલર ચલાવનાર સગીર સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. CCTVમાં જોવા મળી રહ્યું છે કે, નોબલ નગરના રહેણાંક વિસ્તારમાં બેદરકારીપૂર્વક સગીરવયનો કિશોર ગાડી લઈને આવે છે. આ કાર પર નંબર પ્લેટ પણ નથી. આ દરમિયાન સગીર ચાલક રસ્તા પર ચાલી રહેલી 3 વર્ષની માસૂમ બાળકી પર આ કાર ચઢાવી દે છે. જોકે, બાળકી કારની નીચેથી બહાર આવી જાય છે અને તેનો ચમત્કારિક બચાવ થાય છે.


કિશોર સોસાયટીમાં અવારનવાર ગાડી દ્વારા આતંક મચાવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

કિશોર સોસાયટીમાં અવારનવાર ગાડી દ્વારા આતંક મચાવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

CCTVમાં જોવા મળે છે આ અકસ્માત બાદ કાર ચાલક ગાડી રોકી દે છે અને બહાર આવે છે. ત્યારબાદ આસપાસના સ્થાનિક લોકો પણ ભેગા થઈ જાય છે. આ કાર ચાલક કિશોર સોસાયટીમાં અવારનવાર ગાડી દ્વારા આતંક મચાવતો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

અમદાવાદમાં થોડા દિવસ પહેલા પણ ચોંકાવનારો અકસ્માત સામે આવ્યો હતો. જેમાં શહેરના રિવરફ્રન્ટ પર અકસ્માત સર્જાયો હતો. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર દિવાળીની રાતે સર્જાયેલા અકસ્માતમાં એક સગીરનું મોત નીપજ્યું હતુ. જેમાં ત્રિપલ સવારી ટૂ-વ્હીલર ધડાકાભેર ડિવાઈડર સાથે ભટકાતા ત્રણેય સગીરો નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં એક સગીરને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જો મોત નીપજ્યું હતુ, જ્યારે બેને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા ત્રણ સગીર મિત્રો દિવાળી હોવાથી ટૂ-વ્હીલર લઈને રિવરફ્રન્ટ પર ફટાકડા ફોડવા ગયા હતા. મોડી રાતે 12 વાગ્યા છતાં પણ રિવરફ્રન્ટ પર ત્રણેય ફટાકડા ફોડતા હોવાથી પોલીસ ત્યાં પહોંચી હતી. આ સમયે પોલીસને જોઈને ત્રણેય મિત્રો વાહન પર બેસીને ભાગ્યા હતા. આ દરમિયાન આ ભયંકર અકસ્માત સર્જાયો હતો.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top