‘હું એટલો તૂટી ગયો હતો કે...’ નિવૃત્તિને લઈને હિટમેન રોહિત શર્માનો મોટો ખુલાસો

‘હું એટલો તૂટી ગયો હતો કે...’ નિવૃત્તિને લઈને હિટમેન રોહિત શર્માનો મોટો ખુલાસો

12/22/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

‘હું એટલો તૂટી ગયો હતો કે...’ નિવૃત્તિને લઈને હિટમેન રોહિત શર્માનો મોટો ખુલાસો

2023ના ODI વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. તે હારથી ભારતીય ખેલાડીઓ ખૂબ જ દુઃખી હતા. તે સમયે રોહિત શર્મા કેપ્ટન હતો. રોહિત શર્માએ ખુલાસો કર્યો કે ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ એટલો તૂટી ગયો હતો કે તેણે ક્રિકેટ છોડવાનું મન બનાવી લીધું હતું. તે હાર પછી તે નિવૃત્તિ લેવાનો હતો.


મેં તે વર્લ્ડ કપ માટે બધું જ દાવ પર લગાવી દીધું હતું- રોહિત શર્મા

મેં તે વર્લ્ડ કપ માટે બધું જ દાવ પર લગાવી દીધું હતું- રોહિત શર્મા

તાજેતરના એક કાર્યક્રમ દરમિયાન રોહિત શર્માએ તે ફાઇનલ મેચમાં મળેલી હાર વિશે ખૂલીને વાત કરી હતી. તેણે કહ્યું કે હાર પછી બધા ખૂબ જ દુઃખી હતા અને અમે વિશ્વાસ કરી શકતા ન હતા કે અમે હારી ગયા છીએ. વ્યક્તિગત રીતે તે મારા માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો કારણ કે મેં તે વર્લ્ડ કપ માટે બધું જ દાવ પર લગાવી દીધું હતું, ફક્ત બે કે ત્રણ મહિના પહેલા નહીં, પરંતુ 2022માં મેં કેપ્ટન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી હું આ વર્લ્ડ કપ વિશે વિચારી રહ્યો હતો.

તેણે આગળ કહ્યું કા, ‘અમદાવાદમાં હાર પછી, મને પ્રામાણિકપણે લાગ્યું કે હવે હું ક્રિકેટ રમવા માગતો નથી. મેં તે વર્લ્ડ કપ માટે મારી પાસે જે કંઈ હતું તે બધું આપી દીધું હતું. જ્યારે અમે હારી ગયા, ત્યારે મને લાગ્યું કે મારા શરીર અને મનમાં કંઈ બચ્યું નથી. એવું લાગ્યું કે રમતે મારી બધી શક્તિ છીનવી લીધી છે. ત્યારબાદ, હું કંઈ અનુભવી શક્યો નહીં. મને તેમાંથી બહાર નીકળવામાં ઘણા મહિના લાગ્યા."


રોહિત શર્માએ તે હારના દુ:ખમાંથી કેવી રીતે બહાર આવ્યો?

રોહિત શર્માએ તે હારના દુ:ખમાંથી કેવી રીતે બહાર આવ્યો?

 રોહિતે કહ્યું કે, ‘મને લાગે છે કે જ્યારે તમે કોઈ બાબતમાં આટલા બધા વ્યસ્ત થઈ જાઓ છો અને ઇચ્છિત પરિણામ ન મળે ત્યારે તે સ્વાભાવિક છે, અને તે હાર બાદ મારી સાથે પણ આવું જ થયું. પરંતુ હું એ પણ જાણતો હતો કે જીવન ત્યાં સમાપ્ત થઇ જતું નથી. આવી પરિસ્થિતિઓમાંથી કેવી રીતે સ્વસ્થ થવું તે મારા માટે એક મોટો પાઠ હતો. મારી જાતને કેવી રીતે ફરીથી સેટ કરવી અને નવેસરથી શરૂઆત કરવી. મને ખબર હતી કે કંઈક બીજું આવવાનું છે. 2024નો T20 વર્લ્ડ કપ આવી રહ્યો હતો અને મારે મારું બધું ધ્યાન તેના પર કેન્દ્રિત કરવાનું હતું. હવે આ વાત કહેવી ખૂબ જ સરળ છે, પરંતુ તે સમયે તે ખૂબ મુશ્કેલ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top