અંડર-19 એશિયા કપમાં આ યુવા ખેલાડીએ બનાવ્યો રેકોર્ડ, વૈભવ સૂર્યવંશીને પણ છોડ્યો પાછળ! જાણો વિગતે

અંડર-19 એશિયા કપમાં આ યુવા ખેલાડીએ બનાવ્યો રેકોર્ડ, વૈભવ સૂર્યવંશીને પણ છોડ્યો પાછળ! જાણો વિગતે

12/17/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

અંડર-19 એશિયા કપમાં આ યુવા ખેલાડીએ બનાવ્યો રેકોર્ડ, વૈભવ સૂર્યવંશીને પણ છોડ્યો પાછળ! જાણો વિગતે

અંડર-19 એશિયા કપ 2025માં પોતાના શાનદાર પેર્ફોર્મંસને કારણે વૈભવ સૂર્યવંશી બાદ વધુ એક યુવા ખેલાડી ચર્ચામાં આવ્યો છે. મંગળવારે દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપ મેચમાં વિકેટકીપર-બેટ્સમેન અભિજ્ઞાન કુંડૂએ મલેશિયા સામે 125 બોલમાં 209 રન બનાવીને નવો ઈતિહાસ રચી દીધો છે. પોતાની બેવડી સદી સાથે કુંડુએ અંડર-19 વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર મામલે અંબાતી રાયડુ (177)ને પાછળ છોડી દીધો છે. આ મેચ દરમિયાન કુંડૂએ નવ છગ્ગા અને 17 ચોગ્ગા ફટકાર્યા છે.


ઈનિંગ્સમાં સંપૂર્ણ 50 ઓવર રમ્યા

ઈનિંગ્સમાં સંપૂર્ણ 50 ઓવર રમ્યા

આ સાથે અભિજ્ઞાન કુંડૂએ મંગળવારે પોતાનું નામ રેકોર્ડ બુકમાં નોંધાવી લીધું છે. તેણે ભારતને શાનદાર બેવડી સદી ફટકારીને મલેશિયા સામેની મેચમાં 408/7ના વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું હતું. મલેશિયા અંડર-19એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ઈનિંગ્સની મુખ્ય વાત અભિજ્ઞાન કુંડૂની શાનદાર બેવડી સદી હતી, જે યુવા વનડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન અને એકંદરે બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. સૌથી મોટી વાત એ રહી કે, અભિજ્ઞાન આ ઈનિંગ્સમાં સંપૂર્ણ 50 ઓવર રમ્યા પછી જ મેદાનમાંથી બહાર આવ્યો.


ધમાકેદાર બેટિંગનો પાયો નાખ્યો

ધમાકેદાર બેટિંગનો પાયો નાખ્યો

આ મેચ દરમિયાન અભિજ્ઞાને ત્રિવેદી સાથે 181 બોલમાં 209 રનની પાર્ટનરશિપ કરી અને પછી કનિષ્ક ચૌહાણ સાથે માત્ર 36 બોલમાં 87 રન બનાવ્યા હતા. અભિજ્ઞાને 17 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારી માત્ર 44 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ડાબા હાથના આ બેટ્સમેને માત્ર 80 બોલમાં પોતાની સદી પૂરી કરી, જેને ઈનિંગ્સના અંતે ધમાકેદાર બેટિંગનો પાયો નાખ્યો. યુવા વન-ડેમાં બેવડી સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી દક્ષિણ આફ્રિકાના અંડર-19ના જોરિચ વાન શાલ્કવિક છે, જેણે 2025માં ઝિમ્બાબ્વે અંડર-19 સામે 153 બોલમાં 212 રન બનાવ્યા હતા. ભારતે મલેશિયા સામેની મેચ 315 રનથી જીતી લીધી હતી. અભિજ્ઞાન કુંડૂનો જન્મ 30 એપ્રિલ, 2008 ના રોજ થયો હતો અને તે રાજ્ય સ્તરે મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top