4,4,6,6, 4: ચેતન સાકરિયાને 22 વર્ષીય ખેલાડીએ ધોઈ નાખ્યો, IPL ઓક્શનમાં મળી શકે છે મોટી રકમ

4,4,6,6, 4: ચેતન સાકરિયાને 22 વર્ષીય ખેલાડીએ ધોઈ નાખ્યો, IPL ઓક્શનમાં મળી શકે છે મોટી રકમ

12/10/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

4,4,6,6, 4: ચેતન સાકરિયાને 22 વર્ષીય ખેલાડીએ ધોઈ નાખ્યો, IPL ઓક્શનમાં મળી શકે છે મોટી રકમ

IPLની આગામી સીઝન માટે 16 ડિસેમ્બરે મિની ઓક્શન યોજાવાનું છે. આ મિની ઓક્શન પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચો હાલમાં ભારતમાં રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ઘણા ખેલાડીઓએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. આ સંદર્ભમાં, તામિલનાડુના યુવા ઓલરાઉન્ડર સન્ની સંધુએ ફાસ્ટ બોલર ચેતન સાકરિયા સામે એક જ ઓવરમાં 26 રન ફટકાર્યા. BCCIએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.


સન્ની સંધૂએ 9 બોલમાં 30 રન બનાવ્યા

સન્ની સંધૂએ 9 બોલમાં 30 રન બનાવ્યા

8 ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તામિલનાડુ અને સૌરાષ્ટ્ર વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં 22 વર્ષીય તામિલનાડુના ઓલરાઉન્ડર સન્ની સંધૂએ માત્ર 9 બોલમાં 30 રનની વિસ્ફોટક ઇનિંગથી સનસનાટી મચાવી હતી. તેની વિસ્ફોટક ઇનિંગને કારણે તામિલનાડુની ટીમ છેલ્લી ઓવરમાં રોમાંચક વિજય મેળવવામાં સફળ રહી. તેણે આ મેચમાં ચેતન સાકરિયાને ધોઇ નાખ્યો હતો.

\

તામિલનાડુની ઇનિંગની 17મી ઓવર સૌરાષ્ટ્ર તરફથી ચેતન સાકરિયાએ ફેંકી હતી. આ ઓવરમાં સન્નીએ ચોગ્ગા અને છગ્ગાઓનો વરસાદ કરીને આખી મેચ પલટી નાખી હતી. ચેતન સાકરિયાએ પોતાના ઓવરની શરૂઆત સ્લો બાઉન્સરથી કરી હતી, જેને તેણે વિકેટકીપર ઉપરથી ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ તેણે ઓવરમાં બે છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. તે એક બોલ પર બે રન લેવા માટે પણ દોડ્યો હતો. ચેતન સાકરિયાની ઓવરમાંથી કુલ 26 રન બન્યા હતા. BCCI ડોમેસ્ટિકે આ ઓવરનો વીડિયો તેના સત્તાવાર એકાઉન્ટ પર શેર કર્યો છે.


સંધુ IPL મિની ઓક્શનમાં મોટી રકમ મેળવી શકે છે

સંધુ IPL મિની ઓક્શનમાં મોટી રકમ મેળવી શકે છે

સન્ની સંધુએ અગાઉ તામિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)માં કેટલીક મેચોમાં સારી બેટિંગ કરી હતી. તે હાલમાં સારા ફોર્મમાં છે. સંધુ બેટિંગ ઓલરાઉન્ડર છે અને જરૂર પડ્યે થોડી ઓવર પણ ફેંકી શકે છે. આમ, આગામી મિની ઓક્શનમાં તેની મોટી બોલી લાગી શકે છે. મિની ઓક્શન માટે તેની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top