હાર્દિક પંડ્યાની એક સલાહથી દિનેશ કાર્તિકે 16 વર્ષ પછી ફટકારી પ્રથમ અડધી સદી

હાર્દિક પંડ્યાની એક સલાહથી દિનેશ કાર્તિકે 16 વર્ષ પછી ફટકારી પ્રથમ અડધી સદી

06/18/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

હાર્દિક પંડ્યાની એક સલાહથી દિનેશ કાર્તિકે 16 વર્ષ પછી ફટકારી પ્રથમ અડધી સદી

 ભારતીય ક્રિકેટ ટીમે (team india) રાજકોટમાં રમાયેલી ચોથી ટી-20માં દક્ષિણ આફ્રિકા (IND vs SA)સામે આસાન વિજય મેળવ્યો હતો. જીત સાથે ટીમ ઇન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં 2-2થી બરાબરી કરી લીધી છે. કેપ્ટન રિષભ પંતે (Rishabh Pant)મેચ પછી કહ્યું કે અમે રણનીતિ પ્રમાણે રમ્યા અને પરિણામ બધાની સામે છે. મેન ઓફ ધ મેચ દિનેશ કાર્તિકે (55 રન) આંતરરાષ્ટ્રીય ટી-20માં 16 વર્ષ પછી પ્રથમ અડધી સદી ફટકારી છે. દિનેશ કાર્તિકે (dinesh karthik)ડિસેમ્બર 2016માં ટી-20માં ડેબ્યૂ કર્યું હતું.


યુવા કેપ્ટન રિષભ પંતે મેચ પછી કહ્યું કે અમે કાર્યાન્વયન વિશે વાત કરી હતી અને પરિણામ બધાની સામે છે. કાર્તિક અને હાર્દિક પંડ્યા વચ્ચે ભાગીદારી વિશે વાત કરતા પંતે કહ્યું કે સાચે જ ખુશ છું. બન્નેની બેટિંગથી બોલરો દબાણ અનુભવવા લાગ્યા હતા.


હાર્દિક પંડ્યાની સલાહે કાર્તિકની રમત બદલાવી :

મેન ઓફ ધ મેચ દિનેશ કાર્તિકે કહ્યું કે ઘણું શાનદાર લાગી રહ્યું છે. ગત મેચમાં કેટલીક બાબતો સારી રહી ન હતી જોકે હવે શાનદાર રીતે પરિસ્થિતિઓનું આકલન કરી રહ્યો છું. આ યોજના અને અનુભવથી આવે છે. કાર્તિકે કહ્યું કે તેમના બોલરોએ શાનદાર બોલિંગ કરી જેના કારણે અમારા ટોપના બેટ્સમેનો ચાલ્યા ન હતા. જ્યારે હું બેટિંગ કરવા ઉતર્યો તો હાર્દિકે મને કહ્યું કે ક્રિઝ પર ટકજે. યોજના પર કામ કરવું શાનદાર છે.


હાર્દિક પંડ્યાએ પણ આ મેચમાં 31 બોલમાં 3 ફોર અને 3 સિક્સરની મદદથી 46 રનની ઇનિંગ્સ રમી હતી. બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 65 રનની ભાગીદારી નોંધાઇ હતી. આ ભાગીદારીના કારણે ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 169 રન બનાવ્યા હતા.


દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજે કહ્યું હતું કે બેટિંગ દરમિયાન પાવરપ્લેમાં ભૂલો થઇ હતી. અમે સતત અંતરાળ પછી વિકેટ ગુમાવી હતી. બોલિંગ કરતા સમયે અમે અંતિમ ઓવરોમાં વધારે રન આપી દીધા હતા. રવિવારે મહત્વનો મુકાબલો રહેશે.


દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત :

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે 82 રને વિજય મેળવ્યો હતો. T20 ઈન્ટરનેશનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે. અગાઉનો રેકોર્ડ 48 રનનો હતો. ભારતની આ પાંચમી સૌથી મોટી જીત છે. હવે બન્ને વચ્ચે 19 જૂને ફાઇનલ અને નિર્ણાયક ટી-20 મેચ રમાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top