કોંગ્રેસી નેતાએ બીજેપી-આરએસએસ માટે કહી દીધી મોટી વાત - ' આ જ સંગઠનની શક્તિ છે... રાહુલ ગાંધીને

કોંગ્રેસી નેતાએ બીજેપી-આરએસએસ માટે કહી દીધી મોટી વાત - ' આ જ સંગઠનની શક્તિ છે... રાહુલ ગાંધીને ગંભીર ટકોર! જાણો

12/27/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

કોંગ્રેસી નેતાએ બીજેપી-આરએસએસ માટે કહી દીધી મોટી વાત - ' આ જ સંગઠનની શક્તિ છે... રાહુલ ગાંધીને

ફરી એક કોંગ્રેસી નેતાએ બીજેપી-આરએસએસ માટે કહી દીધી એવી વાત કે વિવાદ છેડાઈ ગયો છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક જૂની તસવીર શેર કરીને રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. દિગ્વિજય સિંહે આ ફોટો દ્વારા ભાજપ અને RSSની સંગઠન શક્તિની પ્રશંસા કરી છે, જેમાં નરેન્દ્ર મોદી જમીન પર બેઠેલા જોવા મળે છે. અને સાથે જ રાહુલ ગાંધીને પક્ષના સંગઠન પર ધ્યાન આપવાની પણ સલાહ આપી છે.


રાહુલ ગાંધીને ગંભીર ટકોર

રાહુલ ગાંધીને ગંભીર ટકોર

દિગ્વિજય સિંહે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું છે કે, ‘આ પ્રભાવશાળી તસવીર મને ક્વોરા સાઇટ પરથી મળી હતી. કેવી રીતે આરએસએસનો એક સામાન્ય સ્વયંસેવક, જનસંઘ કે ભાજપનો કાર્યકર નેતાઓના ચરણોમાં જમીન પર બેસીને પહેલા રાજ્યના મુખ્યમંત્રી અને ત્યારબાદ દેશના વડાપ્રધાન બન્યા. આ જ સંગઠનની શક્તિ છે.’ તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, કોઈપણ રાજકીય પક્ષની ખરી શક્તિ તેના કેડર અને મજબૂત સંગઠન માળખામાં રહેલી હોય છે.



ઉલ્લેખનીય છે કે, અહીં દિગ્વિજય સિંહે માત્ર વિરોધ પક્ષની પ્રશંસા જ નથી કરી, પરંતુ પોતાની જ પાર્ટીના નેતા રાહુલ ગાંધીને પણ ગંભીર ટકોર કરી છે. ઉપરાંત તેમણે પોતાની અન્ય એક પોસ્ટમાં એમ પણ કહ્યું કે, ‘સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર રાહુલ ગાંધીની સમજ ખૂબ જ સચોટ છે અને તે બાબતમાં તેમને પૂરેપૂરા ગુણ મળવા જોઈએ. જો કે, હવે સમય આવી ગયો છે કે રાહુલ ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા પર પણ એટલું જ ધ્યાન આપે.’ દિગ્વિજય સિંહના મતે કોંગ્રેસ પાર્ટીમાં અત્યારે મોટા માળખાગત ફેરફારોની જરૂર છે. તેમણે ચૂંટણી પંચના સુધારાની તુલના પક્ષના આંતરિક સુધારા સાથે કરી હતી.


નેતાજીની સ્પષ્ટતા

નેતાજીની સ્પષ્ટતા

જો કે આ પોસ્ટ અંગે હોબાળો મચ્યા બાદ દિગ્વિજય સિંહે સ્પષ્ટતા આપી હતી કે, તેઓ આરએસએસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારાના પ્રખર વિરોધી છે, પરંતુ તેઓ હંમેશા મજબૂત સંગઠન પ્રક્રિયાના હિમાયતી રહ્યા છે. તેમણે માત્ર સંગઠન શક્તિના મહત્વને ધ્યાનમાં રાખીને આ ટિપ્પણી કરી હોવાનું જણાવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top