08/12/2024
India monsoon alert: હવામાન વિભાગે (Meteorological Department), દેશના 22 રાજ્યોમાં આજે ઓરેંજ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ભારતમાં સતત મુશળધાર વરસાદને (heavy rain) કારણે, શનિવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોની અવરજવર અટકી પડી હતી. મોટી સંખ્યામાં લોકો અટવાયા હતા. ઉત્તરાખંડ ઉપરાંત હિમાચલમાં પણ ભૂસ્ખલન અને પૂરના કારણે 135 રસ્તાઓ બંધ થઈ ગયા છે. દરમિયાન, રવિવારે હવામાન વિભાગે ઉત્તર-પૂર્વના સાત રાજ્યો સહિત દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદને (rain) લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.