Rain forecast : આજે ઉ.પ્રદેશ સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ! 135 રસ્તા થઇ ગયા છે બ

Rain forecast : આજે ઉ.પ્રદેશ સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ! 135 રસ્તા થઇ ગયા છે બ્લોક! ગુજરાતમાં શું પરિસ્થિતિ છે? જાણો

08/12/2024 National

SidhiKhabar

SidhiKhabar

Rain forecast : આજે ઉ.પ્રદેશ સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ! 135 રસ્તા થઇ ગયા છે બ

India monsoon alert: હવામાન વિભાગે (Meteorological Department), દેશના 22 રાજ્યોમાં આજે ઓરેંજ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ભારતમાં સતત મુશળધાર વરસાદને (heavy rain)  કારણે, શનિવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોની અવરજવર અટકી પડી હતી. મોટી સંખ્યામાં લોકો અટવાયા હતા. ઉત્તરાખંડ ઉપરાંત હિમાચલમાં પણ ભૂસ્ખલન અને પૂરના કારણે 135 રસ્તાઓ બંધ થઈ ગયા છે. દરમિયાન, રવિવારે હવામાન વિભાગે ઉત્તર-પૂર્વના સાત રાજ્યો સહિત દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદને (rain) લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.


આ રાજ્યોમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે

આ રાજ્યોમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે

IMD હેઠળ, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે તેમાં  તેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ જેવા સ્થળોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, મધ્ય પ્રદેશ, મુંબઈ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, બિહાર, તમિલનાડુ, કેરળ અને આસામ સહિત તમામ સાત પૂર્વોત્તર રાજ્યો પણ તેના કાર્યક્ષેત્રમાં છે. આ રાજ્યોની સાથે, IMD એ પણ 16 ઓગસ્ટ સુધી ઓછામાં ઓછા 22 રાજ્યોમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે દિલ્હીના લોકોને ગરમીથી રાહત મળી છે. વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં પણ દિલ્હીના લોકોને આ રાહત મળતી રહેશે. રાજધાનીના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.


ગુજરાતના આ જિલ્લામાં પડશે વરસાદ

ગુજરાતના આ જિલ્લામાં પડશે વરસાદ

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની (rain) હવામાન વિભાગે  (Meteorological Department)આગાહી  વ્યક્ત કરી છે. .. કચ્છ સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ મધ્યમ, તો ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ (rain) વરસી શકે છે.રાજ્યમાં આગામી ત્રણ કલાક મધ્યમથી હળવા વરસાદની આગાહી  કરવામાં આવી છે. અમરેલી, ભાવનગરમાં  મધ્યમ વરસાદ  વરસી શકે છે. બનાસકાંઠા,સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી,મહીસાગર, પંચમહાલ,દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત,તાપી,ડાંગ, વલસાડ,વડોદરા, આણંદ,ખેડા,અમદાવાદ, ગાંધીનગર, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top