‘10 રૂપિયાની બિસ્કિટ’વાળા શાદાબ જકાતીએ રીલમાં દીકરીને શું કહ્યું જેના કારણે તેની ધરપકડ થઈ?
‘10 રૂપિયાની બિસ્કિટ કેટલાની છે?’ આ રીલમાં તમે જે શાદાબ જકાતી જોયો હતો તેની ગુરુવાર, 27 નવેમ્બરના રોજ અશ્લીલ સામગ્રી બનાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ વીડિયોમાં તેણે એક સગીર છોકરીને કામે રાખી હોવાનો આરોપ છે. આ છોકરી તેની પોતાની દીકરી છે. રાહુલ નામના એક સામાજિક કાર્યકર્તાએ મેરઠના ઈંચોલી પોલીસ સ્ટેશનમાં શાદાબ જકાતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે, 27 નવેમ્બર ગુરુવારે મોડી રાત્રે શાદાબ જકાતીને જામીન મળી ગયા હતા.
કોર્ટ દ્વારા જામીન મંજૂર થયા બાદ શાદાબ જકાતીએ આ મામલે બતાવતા કહ્યું હતું કે, ‘મેં પોતાની દીકરીને લઈને એક વીડિયો બનાવ્યો હતો. તેમાં કામ કરનાર વ્યક્તિ પોતે મારી દીકરી છે. તો, તે વીડિયોમાં મેં ફક્ત એટલું જ કહ્યું હતું, ‘તું ખૂબ ક્યૂટ છે. તું ખૂબ જ સુંદર છોકરી છે, અથવા જો તું સુંદર છે તો તારી માતા પણ એટલી જ સુંદર હશે.’ આ વીડિયોમાં મેં પ્રશંસા કરી હતી. મને તેમાં કંઈ નકારાત્મક લાગ્યું નહીં.
જકાતીએ વધુમાં જણાવ્યું કે તેણે સમજી-વિચારીને વીડિયો અપલોડ કર્યો હતો, પરંતુ પછીથી તેને ડિલીટ કરી દીધો. તેણે કહ્યું કે, જો કોઈને આ વીડિયોથી નુકસાન થયું છે કે તેનું દિલ દુઃખ્યું છે કે પરેશાની થઈ છે તો તેના માટે અમે માફી માગીએ છીએ.
સમગ્ર વિવાદ 1 મિનિટ 9 સેકન્ડના વીડિયોથી ઉદ્ભવ્યો છે. તેમાં, જકાતી એક દુકાનદાર બન્યો છે. તેને ત્યાં એક છોકરી સામાન લેવા આવે છે. સામાન આપ્યા બાદ જકાતી તેની પાસેથી પૈસા માગે છે. છોકરી જવાબ આપે છે, ‘અંકલ મારી માતા પૈસા આપી દેશે.’ તે ત્યાંથી જતી રહે છે અને શાદાબ જકાતી કહે છે, ‘જ્યાં આ આટલી સુંદર છે, તો તેની માતા કેટલી સુંદર હશે.’ ત્યારબાદ તે છોકરીના ઘરે જાય છે. દરવાજો ખટખટાવતા એક સ્ત્રી બહાર આવે છે. તે કહે છે, તમારી દીકરી દુકાનમાંથી સામાન લઈ ગઈ હતી. હવે પૈસા-બાઈસા તો શું આપશે. એક પપ્પી જ લઈ લઇશ.’ તે જ સમયે, છોકરી આવે છે અને કહે છે કે આ તેની માતા નથી. તે બીજી સ્ત્રી તરફ ઈશારો કરે છે અને કહે છે કે આ તેની માતા છે. આ બીજી સ્ત્રીને જોઈને, શાદાબ જકાતી એક અલગ જ હાવભાવ આપે છે. તે કહે છે, ‘આ તારી માતા છે. તો પછી મને મારા પૈસા જ આપી દે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp