એક વિમાન ૧૩ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 'લાવારિસ' પડ્યું રહ્યું, ને કંપનીના ચોપડેથી થઈ ગ

એક વિમાન ૧૩ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 'લાવારિસ' પડ્યું રહ્યું, ને કંપનીના ચોપડેથી થઈ ગયું ગાયબ! જાણો ચોંકાવનારી હકીકત

11/28/2025 National

SidhiKhabar

SidhiKhabar

એક વિમાન ૧૩ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 'લાવારિસ' પડ્યું રહ્યું, ને કંપનીના ચોપડેથી થઈ ગ

એર ઇન્ડિયાએ તો ભારે કરી. તેર વર્ષ પહેલા વિમાનને એરપોર્ટમાં પાર્ક કરી ભૂલી ગયું. કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર છેલ્લા 13 વર્ષથી 'લાવારિસ' હાલતમાં પડેલું એર ઇન્ડિયાનું બોઇંગ 737-200 વિમાન હવે તેની અંતિમ યાત્રા પર રવાના થયું છે. જો કે, આ વિમાન આકાશને બદલે રોડ માર્ગે 1900 કિલોમીટરનું અંતર કાપીને બેંગલુરુ જશે.


વિમાન કંપનીના ડોક્યુમેન્ટમાંથી પણ ગુમ

વિમાન કંપનીના ડોક્યુમેન્ટમાંથી પણ ગુમ

ચોંકાવનારી વાત એ છે કે, આ 43 વર્ષ જૂનું વિમાન એરપોર્ટ પર લાંબા સમયથી પાર્ક કરેલ હતું. અને તેના વિશે કોઈ જાણતું નહોતું. એર ઇન્ડિયાએ વર્ષો પહેલા નવ બિનઉપયોગી વિમાનોને એન્જિન વિના નિકાલ કર્યા હતા, પરંતુ આ બોઇંગ 737-200ને હેંગરમાં રાખીને ભૂલી ગયું હતું. અને સમય જતાં તે કંપનીના ડોક્યુમેન્ટમાંથી પણ ગુમ થઈ ગયું હતું. છેક 13 વર્ષ પછી એર ઇન્ડિયાને ખ્યાલ આવ્યો કે, આ વિમાન હજુ પણ એરપોર્ટ પર પાર્ક કરેલું છે. જે ઉપયોગમાં લઈ શકાય એમ નથી.


વિમાનને બેંગ્લુરુ મોકલાયું

મળતી માહિતી અનુસાર, હવે એર ઇન્ડિયાને આ જૂનું વિમાન ઉપયોગી ન હોવાથી, તેને 14 નવેમ્બરના રોજ કોલકાતાથી બેંગલુરુ મોકલવામાં આવ્યું છે. આ વિમાનને તેના પાર્ટ્સ છૂટા કરીને રોડ માર્ગે ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે, જે લગભગ 1900 કિલોમીટરની મુસાફરી કરશે. માહિતી મુજબ, બેંગલુરુમાં આ 43 વર્ષ જૂના વિમાનનો ઉપયોગ હવે તાલીમ હેતુ માટે કરવામાં આવશે. આ ઘટના એર ઇન્ડિયાના સંચાલન અને સંપત્તિના ટ્રેકિંગમાં લાંબા સમયથી ચાલી રહેલી બેદરકારી તરફ ઈશારો કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top