08/22/2024
વિરાટ કોહલી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી પ્રખ્યાત અને દિગ્ગજ ક્રિકેટરોમાંથી એક છે. જોકે, સ્પોર્ટ્સ સિવાય વિરાટ બિઝનેસ અને એક્ટિંગમાં પણ એક્સપર્ટ છે. તેની પોતાની કંપની છે, તો તે ઘણી વખત જાહેરાતોમાં પણ દેખાય છે, જ્યાં તેની એક્ટિંગ સ્કિલ્સ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેની પત્ની અનુષ્કા શર્મા પણ એક એક્ટર છે અને તેણે બોલિવુડમાં ઘણી હિટ ફિલ્મો કરી ચૂકી છે. આમ તો વિરાટ માટે બોલિવુડ હવે કોઇ નવી વાત નથી, પરંતુ પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ તેને ચેતવણી આપી છે. તેમનું માનવું છે કે કોઈ પણ ક્રિકેટરે ફિલ્મો ન કરવી જોઈએ. તેમણે ખાસ કરીને વિરાટને ભવિષ્યમાં ફિલ્મોમાં ન આવવાની સલાહ આપી હતી.