મનોજ કુમારે કોની સલાહ પર બનાવી હતી ‘ઉપકાર’ ફિલ્મ, દરેકના દિલને સ્પર્શી ગઈ હતી
Manoj Kumar Passes Away: બોલિવુડના દિગ્ગજ અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમાર આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. મનોજ કુમારે 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મનોજ કુમારે તેમના ફિલ્મી કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને કેટલીક એવી ફિલ્મો બનાવી છે જેમને ગમે તેટલી વખત જોવામાં આવે એટલી ઓછી છે.
મનોજ કુમારની ‘ઉપકાર’ હિટ સાબિત થઈ હતી અને આજે પણ જ્યારે તમે આ ફિલ્મ જુઓ છો તમારું મન ખુશ થઈ જાય છે. ‘ઉપકાર’ ફિલ્મના નિર્માણ પાછળ એક રસપ્રદ કહાની છે. મનોજ કુમારની ‘ઉપકાર’ની કહાની ખૂબ જ શાનદાર હતી. આ ફિલ્મમાં એક ભાઈની કહાની બતાવવામાં આવી છે, જે પોતાના નાના ભાઈને ભણાવવા માટે ખૂબ બલિદાન આપે છે, પરંતુ તેનો નાનો ભાઈ ખોટા રસ્તે જતો રહે છે.
મનોજ કુમારે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના કહેવા પર ‘ઉપકાર’ ફિલ્મ બનાવી હતી. તેમણે મનોજ કુમારને 'જય જવાન જય કિસાન'ના નારા પર ફિલ્મ બનાવવા માટે કહ્યું હતું, ત્યારબાદ તેમણે ‘ઉપકાર’ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી અને લોકો આજે પણ તેના ગીતો ગણગણે છે.
‘ઉપકાર’ ફિલ્મની વાત કરીએ તો મનોજ કુમાર સાથે પ્રેમ ચોપરા, આશા પારેખ, કન્હૈયાલાલ, મનમોહન કૃષ્ણ સહિતના કલાકારો મહત્ત્વની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. 1967માં બનેલી ‘ઉપકાર’ ફિલ્મે બોક્સ ઓફિસ પર 7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
મનોજ કુમારે ઘણી દેશભક્તિની ફિલ્મો પણ બનાવી છે. તેમની ‘પૂરબ ઔર પશ્ચિમ’ પણ હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મના ગીતો ખૂબ પ્રખ્યાત થયા હતા. 15 ઓગસ્ટ-26મી જાન્યુઆરીએ લોકો આ ફિલ્મના ગીતો ગુંજીતા નજરે પડે છે. મનોજ કુમારના નિધનથી બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર પ્રસરી ગઇ છે. ઘણા ચાહકો અને સેલેબ્સ પીઢ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp