શું તમે પણ 'સ્ટ્રોક'ના આ લક્ષણોને નજરઅંદાજ તો નથી કરી રહ્યા ને? ઘરે બેઠા આજે જ તપાસો આ રીતે?
01/07/2026
LifeStyle
આજની ભાગદોડ ભરી જિંદગી અને અનિયમિત જીવનશૈલીને કારણે 'સ્ટ્રોક' એટલે કે લકવો થવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ પરિસ્થિતિમાં મગજ સુધી પહોંચનાર બ્લડ ફ્લો અચાનક અટવાઈ જાય છે કે ઘટી જાય છે. તેનાથી મગજને ઓક્સીજન અને જરૂરી પોષક તત્વો મળી શકતા નથી. અને જો સમય રહેતા સારવાર ન મળે તો મગજ ડેમેજ, પેરાલિસિસ અને જીવનું જોખમ થઈ શકે છે. તબીબી અભ્યાસો મુજબ, સ્ટ્રોક આવવાની શક્યતા સવારના વહેલા કલાકોમાં સૌથી વધુ હોય છે. જો સમયસર લક્ષણો ઓળખી લેવામાં આવે, તો દર્દીનો જીવ બચાવી શકાય છે અને ગંભીર અપંગતાથી બચી શકાય છે. નિષ્ણાંતો મુજબ, સ્ટ્રોકના શરૂઆતી લક્ષણ હંમેશા લોકો નજરઅંદાજ કરે છે.
સ્ટ્રોક મુખ્યરૂપે બે પ્રકારના હોય છે. પ્રથમ ઇસ્કેમિક સ્ટ્રોક, જેમાં મગજની નસમાં લોહી ગંઠાવા લાગે છે. બીજો હેમરેજિક સ્ટ્રોક, જેમાં નસ ફાટી જાય છે કે લીક થવા લાગે છે. આ સિવાય મિની સ્ટ્રોક કે ટીટીએ પણ હોય છે, જે ભવિષ્યમાં મોટા સ્ટ્રોકની ચેતવણી માનવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વધુ કોલેસ્ટ્રોલ, સ્મોકિંગ, મેદસ્વિતા, હાર્ટની બીમારી, શારીરિક ગતિવિધિની કમી અને વધુ દારૂનું સેવન તેના મોટા કારણ છે.
સ્ટ્રોકના શરૂઆતી લક્ષણ
ડોક્ટરો પ્રમાણે ઘણીવાર સ્ટ્રોકના સંકેત સવારે ઉઠવાની સાથે જોવા મળે છે. જેમ કે ચહેરાનો એક હિસ્સો ઢીલો કે વાંકોચૂંકો દેખાય, હસવા પર ચહેરો અસમાન જોવા મળે, અચાનક હાથ કે પગમાં નબળાઈ, ઝણઝણાટી, ખાસ કરી શરીરની એક તરફ, તો આ સ્ટ્રોકનો મોટો સંકેત હોઈ શકે છે. બોલવામાં અચાનક સમસ્યા થવી પણ ખતરનાક સંકેત છે. શબ્દ સ્પષ્ટ ન નીકળે, વાત સમજાય નહીં કે સાધારણ વાક્ય બોલવામાં મુશ્કેલી થાય તો તેને નજરઅંદાજ ન કરો.
આ સિવાય અચાનક ઝાંખુ દેખાવું, ડબલ વિઝન કે એક આંખથી ન દેખાવું પણ સ્ટ્રોક તરફ ઈશારો કરે છે. કેટલાક લોકોમાં સવારે અચાનક ભ્રમની સ્થિતિ, વાત સમજવામાં સમસ્યા, સંતુલન બગડવું કે ચાલવા સમયે સમસ્યા પણ જોવા મળે છે. વૃદ્ધોમાં આ લક્ષણ વધુ હળવા હોઈ શકે છે, જેમ અચાનક વધુ થાક, મૌન, વ્યવહારમાં ફેરફાર અને દરરોજના કામ કરવામાં મુશ્કેલી.
FAST ટેસ્ટથી સ્ટ્રોકની ઓળખ કરો
નિષ્ણાંતોની સલાહ મુજબ, આ લક્ષણોને ઓળખવા માટે FAST ટેસ્ટની સલાહ આપવામાં આવે છે, જેમાં
F – Face- ચહેરો વાંકોચૂંકો જોવા મળી રહ્યો છે?
A – Arm- એક હાથ ઊંચો કરવામાં નબળાઈ છે?
S – Speech- બોલવામાં સમસ્યા કે અવાજ તૂટી રહ્યો છે?
T – Time- એક પણ લક્ષણ જોવા મળે તો તત્કાલ ઈમરજન્સી કોલ કરો.
તાત્કાલિક સારવાર?
સ્ટ્રોક આવ્યા બાદ જીવન માટે એક એક સેકેન્ડ કિંમતી હોય છે. જેટલો જલ્દી દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં આવે, એટલો મગજનો બચાવ સરળ થઈ શકે છે. ડોક્ટરોનું કહેવું છે કે, સવારે જોવા મળતા આ સંકેતોને થાક, ઊંઘની કમી કે સામાન્ય નબળાઈ સમજી નજરઅંદાજ કરવા ભારે પડી શકે છે. જો તમારા ઘરમાં સવારે કોઈને આ લક્ષણ જોવા મળે તો વિલંબ કર્યા વગર મેડિકલ મદદ લો, કારણ કે સમય પર ભરવામાં આવેલું પગલું જીવ બચાવી શકે છે.
(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp