ICCના જવાબ છતા બાંગ્લાદેશ પોતાની જિદ પર મક્કમ, જાણો શું બોલ્યું

ICCના જવાબ છતા બાંગ્લાદેશ પોતાની જિદ પર મક્કમ, જાણો શું બોલ્યું

01/08/2026 Sports

SidhiKhabar

SidhiKhabar

ICCના જવાબ છતા બાંગ્લાદેશ પોતાની જિદ પર મક્કમ, જાણો શું બોલ્યું

બાંગ્લાદેશ ICCને મનાવવા માટે વધુ એક પ્રયાસ કરવાની યોજના બનાવી રહ્યું છે. તે ICCને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે કહેવાનું છે. બાંગ્લાદેશના રમતગમત સલાહકાર, ડૉ. આસિફ નજરુલ કહે છે કે આ મુદ્દો ફક્ત સુરક્ષાનો નથી, પરંતુ દેશની ગરિમાનો પણ છે. એવામાં, તેમણે શ્રીલંકામાં 2026 T20 વર્લ્ડ કપ રમવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આસિફ નજરુલની સલાહને અનુસરીને, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ તેની T20 વર્લ્ડ કપ મેચોને સ્થાનાંતરિત કરવાની વિનંતી કરી. તેણે ઈમેઈલ કરીને ICCને તેની મેચો શ્રીલંકામાં ખસેડવાની માંગ કરી, જેને ICCએ નકારી કાઢી છે.


આ મુદ્દો ફક્ત સુરક્ષાનો નથી, દેશની ગરિમાનો પણ

આ મુદ્દો ફક્ત સુરક્ષાનો નથી, દેશની ગરિમાનો પણ

રમતગમત સલાહકાર ડૉ. આસિફ નજરુલે કહ્યું કે ICCનો જવાબ મળ્યો, અને તે વાંચ્યા પછી એવું લાગ્યું કે તે ભારતમાં બાંગ્લાદેશી ક્રિકેટરોની સુરક્ષા ચિંતાઓથી સંપૂર્ણપણે વાકેફ નથી. મારું માનવું છે કે આ ફક્ત સુરક્ષાનો મુદ્દો નથી, પરંતુ રાષ્ટ્રીય ગરિમાનો પણ મામલો છે. ભારતે બાંગ્લાદેશનું અપમાન કર્યું છે. અમે હજુ પણ આને ફક્ત સુરક્ષાના દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ.


ICCએ બાંગ્લાદેશની માંગણી ફગાવી દીધી

ICCએ બાંગ્લાદેશની માંગણી ફગાવી દીધી

T20 વર્લ્ડ કપ 2026ના સમયપત્રક મુજબ, બાંગ્લાદેશ બે ભારતીય શહેરો- કોલકાતા અને મુંબઈમાં 4 ગ્રુપ સ્ટેજ મેચ રમવાનું છે. મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી રીલિઝ કર્યા બાદ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICCને સ્થળ બદલવાની માંગ કરતો ઇમેઇલ મોકલ્યો હતો. ICCએ જવાબ આપ્યો કે તેમણે પોતાની મેચો સમયપત્રક મુજબ રમવી પડશે.

જોકે, એવું લાગે છે કે બાંગ્લાદેશ ICCનો જવાબ માણવા તૈયાર નથી. બાંગ્લાદેશના રમતગમત સલાહકાર, ડૉ. આસિફ નજરુલે જણાવ્યું હતું કે તેઓ કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી, કારણ કે આ મુદ્દો ખેલાડીઓની સલામતી, બાંગ્લાદેશની સલામતી અને બાંગ્લાદેશના ગૌરવ સાથે સંબંધિત છે. અમે ક્રિકેટ રમવા માંગીએ છીએ. અમે વર્લ્ડ કપ રમવા માંગીએ છીએ, પરંતુ ભારતમાં નહીં, પરંતુ શ્રીલંકામાં, જે ટુર્નામેન્ટ માટેનું બીજું સ્થળ છે.’ તેમણે કહ્યું કે અમે હજુ પણ અમારા વલણ પર અડગ છીએ કારણ કે અમે માનીએ છીએ કે અમે આ મુદ્દા પર ICCને મનાવવામાં અને સમજાવવામાં સફળ થઈશું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top