ગુજરાતની પહેલી ઘટના! આ શહેરમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળી આવ્યા, વનવિભાગ પણ

ગુજરાતની પહેલી ઘટના! આ શહેરમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળી આવ્યા, વનવિભાગ પણ હેરાન

01/09/2026 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતની પહેલી ઘટના! આ શહેરમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળી આવ્યા, વનવિભાગ પણ

રાજપીપળા શહેર નજીક આવેલ ધરમેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવ્યા છે. ગુજરાતમાં આ પહેલી વખત છે, જ્યારે આટલા મોટા પ્રમાણમાં વધુ વાઘના ચામડા અને નખ મળ્યા છે, તેવો પહેલો કિસ્સો સામે આવ્યો છે. મંદિરના ટ્રસ્ટી દ્વારા આ માહિતી ફોરેસ્ટ વિભાગને આપી હતી અને ત્યારબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમ દ્વારા મંદિર ખાતે જઈ તપાસ શરૂ કરવામાં આવી હતી.


વાઘના 40થી વધુ ચામડા અને 133 નખ મળ્યા

વાઘના 40થી વધુ ચામડા અને 133 નખ મળ્યા

વન વિભાગને તપાસ દરમિયાન 37 વાઘના સંપૂર્ણ ચામડા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે. ફોરેસ્ટ વિભાગને નખ અને ચામડું શંકાસ્પદ લાગતા FSL માટે મોકલવામાં આવ્યું છે. જ્યાં આ ચામડા અને નખ કોના છે તેની તપાસ કરવામાં આવશે. જે પેટીમાં આ ચામડા અને નખ હતા તે ખૂબ જર્જરિત હાલતમાં હતી અને વન વિભાગના માનવા પ્રમાણે, પેટી પણ ખવાઈ ગઈ હતી. આ ચામડું અને નખ 1992-93ના અખબારોમાં વિટાળેલા હતા.

મળતી  માહિતી મુજબ રાજપીપળા  રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) જીગ્નેશ સોનીના જણાવ્યા મુજબ રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ત્યાં  7 જૂલાઈ 2025ના રોજ  સ્વર્ગસ્થ થયેલા મહંતના રૂમના પહેલા માળમાંથી ખરાબ વાસ આવતી હોવાનું ધ્યાન ત્યાંના ટ્રસ્ટીઓને આવતા તેમણે લેટર પેડ પર રાજપીપળા વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગ સરકારી પંચ સાથે ત્યાં પહોંચ્યું  હતું. વર્ષો જૂની એક પતરાની પેટીમાં કોઈ વન્ય પ્રાણીનું ચામડું હોવાનું જાણતા ખરાઈ કર્યા બાદ એ ચામડું શંકાસ્પદ રીતે વાઘનું હોવાનું અમને જણાઈ આવેલ છે. અમને તપાસ દરમિયાન 37 જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી 40 થી વધુ ચામડા તથા 133 જેટલા નખ મળી આવ્યા છે. આ તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 172 હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સરકારને જાણ કરી છે. વન્ય પ્રાણીના આ ચામડા અને નખ  એક જ રૂમમાંથી મળી આવ્યા છે. જો FSL ની તપાસમાં આ ચામડું વાઘનું હશે એવું નીકળશે તો આ મહારાજ સાથે કોણ-કોણ જોડાયેલું હતું એ દિશામાં તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.


મહંતના જે રૂમમાંથી મળ્યું ચામડું, તેમનું નિધન થઈ ચૂક્યું છે

મહંતના જે રૂમમાંથી મળ્યું ચામડું, તેમનું નિધન થઈ ચૂક્યું છે

જે રુમમાંથી ચામડું અને નખ મળી આવ્યા છે તે એક મહંતનો રમ છે. તેઓ મૂળ વતન મધ્ય પ્રદેશના વતની હતા. તેમનું નિધન 7 મહિના અગાઉ થયું હતું અને આ ચામડા અને નખ એમના રહેવાના રૂમમાંથી જ મળી આવ્યા છે. હાલ આ વાઘનું  ચામડુને નખને FSLમાં તપાસમાં  મોકલ્યા છે. ત્યારબાદ  વન વિભાગ  વધુ  તપાસ  હાથ ધરશે. વન વિભાગ દ્વારા મંદિરના નિધન થયેલ મહારાજ સાથે કોણ કોણ સંપર્કમાં હતા તેની તપાસ ચાલી રહી છે. આ તપાસમાં મોટા માથાની સંડોવણી સામે આવે તેવી આશા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top