વંદેભારત બાદ ભારતીય રેલવે લાવી રહ્યું છે 'નમો ગ્રીન રેલ', ખાસિયતો જાણી ચોંકી જશો! ટ્રાયલ રન જાન્યુઆરી 2026માં!
ભારતીય રેલવેએ છેલ્લા કેટલાક વર્ષોમાં આધુનિકીકરણ તરફ હરણફાળ પ્રગતિ કરી છે. ત્યારે હવે ભારતીય રેલવે પર્યાવરણને બચાવવા અને ટેકનોલોજીમાં વિશ્વને ટક્કર આપવા માટે વધું એક ક્રાંતિકારી પગલું ભરવા જઈ રહી છે. માહિતી મળી છે કે, હરિયાણાના જીંદમાં દેશના પ્રથમ હાઈડ્રોજન પ્લાન્ટમાં ટ્રેનના ટેન્કરોમાં હાઈડ્રોજન ભરવાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ટ્રેન ડીઝલ કે ઈલેક્ટ્રિસિટીના બદલે ગ્રીન ફ્યુઅલ 'હાઈડ્રોજન' પર ચાલશે, જેનાથી પર્યાવરણ પ્રદૂષણ શૂન્ય થઈ જશે.
રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનો પાયલોટ પ્રોજેક્ટ હરિયાણાના જીંદ-સોનીપત રૂટ(આશરે 90 કિમી) પર હાથ ધરવામાં આવી રહ્યો છે. જેનો ટ્રાયલ રન જાન્યુઆરી 2026માં શરૂ થવાની પૂરી શક્યતા છે. આ માટે જીંદમાં ખાસ હાઈડ્રોજન પ્લાન્ટ તૈયાર કરાયો છે, જ્યાં સ્ટોરેજ અને રિફિલિંગની આધુનિક સુવિધાઓ મળી રહે. માહિતી મુજબ, ભારતીય રેલવેની આ અત્યાધુનિક હાઈડ્રોજન ટ્રેનમાં કુલ 27 હાઈડ્રોજન સિલિન્ડર લગાવવામાં આવ્યા છે, જેમાં પ્રત્યેક સિલિન્ડર 8.4 કિલો ગેસ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. ટ્રેનમાં એક સાથે કુલ 226.8 કિલો હાઈડ્રોજન ભરી શકાય છે. આ ટ્રેન અંદાજે 360 કિલો હાઈડ્રોજનના વપરાશમાં 180 કિમી સુધીનું અંતર કાપવા સક્ષમ છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેને વિશ્વની સૌથી લાંબી અને પાવરફુલ બ્રોડગેજ હાઈડ્રોજન ટ્રેન માનવામાં આવી રહી છે, જે ભારતને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે.
મહત્વનું છે કે, ભારતીય રેલવેએ 2030 સુધીમાં 'ઝીરો કાર્બન ઉત્સર્જન'(Net Zero Carbon Emitter) લક્ષ્ય રાખ્યું છે. આ યોજના હેઠળ, હાઈડ્રોજન ટ્રેનોને શરૂઆતમાં પહાડી વિસ્તારો અને હેરિટેજ રૂટ(જેમ કે કાલકા-શિમલા) પર ચલાવવામાં આવશે જેથી ત્યાંના કુદરતી વાતાવરણને કોઈ નુકસાન ન થાય. તેથી ભારતે જર્મની, ફ્રાન્સ અને સ્વીડન જેવા દેશોની હાઈડ્રોજન ટેકનોલોજીનો અભ્યાસ કરીને આ ટ્રેન તૈયાર કરી છે. ભારતની આ ટ્રેન અન્ય દેશો કરતા વધુ આધુનિક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રેલવેનું લક્ષ્ય છે કે, વર્ષ 2028 સુધીમાં આ ટ્રેન સામાન્ય જનતા માટે શરૂ કરી દેવામાં આવે. અહીં ભારતમાં ટ્રેન ઉપરાંત હાઈડ્રોજન કાર પણ લોન્ચ કરવાની દિશામાં ઝડપી કામ ચાલી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp