બે-ત્રણ વર્ષના સંબંધ બાદ દંપતીએ કર્યા હતા પ્રેમ લગ્ન, માત્ર 24 કલાકમાં છૂટાછેડા લઈ લીધા; કારણ ચોંકાવનારું
મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લાંબા સમયથી એકબીજાને જાણ્યા બાદ, એક યુગલે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના 24 કલાકમાં જ તેમના છૂટાછેડા થઈ ગયા, જે ચર્ચાનો વિષય બની ગયો છે. અહેવાલો અનુસાર, પુરુષ વ્યવસાયે એન્જિનિયર હતો, જ્યારે સ્ત્રી ડૉક્ટર હતી. લગ્ન બાદ સાથે રહેવા અંગે તેમનામાં મતભેદ હતા, જેના કારણે તેમણે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો. તેઓ કોર્ટમાં ગયા અને લગ્નના 24 કલાકમાં જ છૂટાછેડા પણ લઈ લીધા.
છૂટાછેડા કરાવનાર વકીલ રાની સોનાવણેએ જણાવ્યું કે આ દંપતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓ લગ્ન પહેલા બે થી ત્રણ વર્ષ સુધી એકબીજાને ઓળખતા હતા. સ્ત્રી વ્યવસાયે ડૉક્ટર છે, જ્યારે પુરુષ એન્જિનિયર છે. દંપતી વચ્ચે વૈચારિક મતભેદ એટલા ઊંડા હતા કે તેઓએ વિલંબ કર્યા વિના અલગ થવાનો નિર્ણય લીધો. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, આ કેસમાં હિંસા કે કોઈ ગુનાહિત કૃત્યનો કોઈ આરોપ નથી. બંને પક્ષોએ શાંતિથી કાનૂની પ્રક્રિયાનું પાલન કરવાનું પસંદ કર્યું અને પરસ્પર સંમતિથી લગ્નનો અંત લાવ્યો.’
વકીલ રાની સોનાવણેએ કહ્યું કે ભારતમાં છૂટાછેડાના કેસ ઘણીવાર લાંબા સમય સુધી પેન્ડિંગ રહે છે. જો કે, આ કિસ્સામાં, મામલો ઝડપથી ઉકેલાઈ ગયો, અને લગ્નના બીજા જ દિવસે દંપતી અલગ રહેવા લાગ્યું. તે પ્રેમ લગ્ન હતા, અને દંપતી લગ્ન અગાઉ બે થી ત્રણ વર્ષ સુધી એકબીજાને ઓળખતા હતા. લગ્ન બાદ, પતિએ પત્નીને કહ્યું કે તે એક જહાજ પર કામ કરે છે અને એ નહીં જણાવી શકે કે તેની પોસ્ટિંગ ક્યારે અને ક્યાં થશે અથવા તે કેટલો સમય માટે દૂર રહેશે.’ વકીલે કહ્યું કે દંપતીએ તેમની અનિશ્ચિત જીવન વ્યવસ્થાને કારણે મૈત્રીપૂર્ણ રીતે અલગ થવાને શ્રેષ્ઠ વિકલ્પ માન્યો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp