10/18/2025
પૈસાની ઠગાઈ વિશે તો બહુ સંભાળ્યું હશે પણ શું ખાવા માટે ઠગાઈ વિશે ક્યારેય જાણ્યું છે! આ ચોંકાવનારી ઘટના ટેકનોલોજીના સુપર પાવર ગણાતા જાપાનથી સામે આવી છે. જ્યાં એક માંફતીયાએ ખાવા માટે થઈને કોઈ ફૂડ ડિલિવરી એપને ઉલ્લુ બનાવી લાખોનો ચૂનો લગાવ્યો હતો. સતત બે વર્ષથી છેતરી રહેલ આ યુવક કેટલીય તરકીબો અજમાવીને પણ આખરે પકડાઈ ગયો હતો.
જાપાનમાં વસતા 38 વર્ષના આરોપીએ એપ્રિલ, 2023 થી જુલાઇ, 2025 સુધી 'ડેમાએ-કાન' નામની લોકપ્રિય ફૂડ ડિલિવરી સેવાનો દુરુપયોગ કર્યો હતો. તેણે એક પણ રૂપિયો ચૂકવ્યા વિના 1,095થી વધુ વખત ફૂડ ઓર્ડર કર્યા હતા, જેની કિંમત લાખો રૂપિયા થતી હતી. યુવાન છેલ્લા બે વર્ષમાં લગભગ 21 લાખ રૂપિયાનું મફતિયું ભોજન ઝાપટી ગયો હતો.