કર્ણાટકમાં બની ચોંકાવનારી ઘટના: વજન ઘટાડવાના ચક્કરમાં અભિનેત્રીનું થયું મોત
વીતેલા વર્ષોમાં પ્લાસ્ટીક સર્જરીનું વલણ ખૂબ વધ્યું છે. સુંદર અને પરફેક્ટ દેખાવાની સ્પર્ધામાં, સુંદરીઓ ઘણીવાર સર્જરીનો આશરો લે છે. વજન ઘટાડવા માટે પાઉડર, પ્રોટીન શેક, દવા વગેરે વાપરતા હોય છે. તેમજ ઘણી સર્જરીઓમાં મૃત્યુનું જોખમ પણ ખૂબ રહેલું છે. આ તો એમ જ થયું કહેવાય કે, 'ઉલમાંથી ચૂલમાં પડવું.' કન્નડ અભિનેત્રી ચેતના રાજ પણ આવા જ જોખમનો શિકાર બની છે. નજીવી ભૂલને કારણે ચેતના એ પોતાનો જીવ ગુમાવ્યો.
સોમવારે કન્નડ અભિનેત્રી ચેતના રાજને ફેટ ફ્રી સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ સર્જરી પછી ચેતનાની સાંજ સુધીમાં તબિયત બગડવા લાગી અને તેના ફેફસામાં પાણી ભરાવા લાગ્યું. કન્નડ ટીવી અભિનેત્રી લાંબા સમય સુધી પીડા સહન ન કરી શકી અને 21 વર્ષની વયે તેણે આ દુનિયાને અલવિદા કહ્યું.
રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચેતના રાજે સર્જરી વિશે તેના માતા-પિતાને જાણ કરી ન હતી અને તે તેના મિત્રો સાથે હોસ્પિટલ ગઈ હતી. હવે આ ઘટના બાદ ચેતનાના માતા-પિતા ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. અભિનેત્રીના માતા-પિતાનું કહેવું છે કે, ડોક્ટરની ભૂલને કારણે તેમની પુત્રીનું અકાળે મોત થયું છે. ચેતનાના પરિવારજનોએ હોસ્પિટલ કમિટી વિરુદ્ધ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસ હજી આ મુદ્દે તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે ચેતના રાજ કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી હતી. તેણે ફેમસ સિરિયલ 'ગીતા' અને 'દોરેસાની' જેવી ડેઈલી સોપ્સમાં કામ કર્યું હતું. ચેતનના અણધાર્યાં મૃત્યુથી તેના પરિવારને ઘેરો આઘાત લાગ્યો છે. દુઃખની વાત છે કે સર્જરી દ્વારા પણ કોઈક વ્યક્તિ જીવ ગુમાવી શકે છે, અને એમાં પણ બહુપ્રખ્યાત મોટેભાગે સફળ થતી વજન ઘટાડવાની સર્જરીમાં એક યુવા અભિનેત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp