સિડનીના બોન્ડી બીચ આતંકી હુમલાવરોના ભારત સાથેના કનેક્શન આવ્યા સામે! જુઓ ચોંકાવનારા ખુલાસાઓ

સિડનીના બોન્ડી બીચ આતંકી હુમલાવરોના ભારત સાથેના કનેક્શન આવ્યા સામે! જુઓ ચોંકાવનારા ખુલાસાઓ

12/17/2025 National

SidhiKhabar

SidhiKhabar

સિડનીના બોન્ડી બીચ આતંકી હુમલાવરોના ભારત સાથેના કનેક્શન આવ્યા સામે! જુઓ ચોંકાવનારા ખુલાસાઓ

ઓસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડી બીચ પર થયેલા ભયાનક આતંકી હુમલામાં 16 લોકો માર્યા ગયા છે જ્યારે ૪૦ લોકો ગોળી વાગવાને કારણે ઘાયલ થયા છે. ત્યારે હવે આ હુમલો કરનારા આંતકવાદીઓ અંગે ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. સંદિગ્ધ સાજિદ અક્રમના તાર ભારત સાથે જોડાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 50 વર્ષનો ભારતીય મૂળનો સાજિદ અક્રમ નવેમ્બર 1998માં ઓસ્ટ્રેલિયા ગયો હતો. ત્યારથી તેનો હૈદરાબાદમાં રહેતા પરિવાર સાથે સંપર્ક ખુબ મર્યાદિત થઈ ગયો હતો. સાજિદના મૂળિયા હૈદરાબાદના ટોલી ચોકી સ્થિત અલ હસનાથ કોલોની સાથે જોડાયેલા છે. તેના પિતા સશસ્ત્ર દળોમાંથી સેવાનિવૃત્ત અધિકારી હતા અને મોટો ભાઈ વ્યવસાયે ડોક્ટર છે જે ત્યાં જ રહે છે.


ભારત કનેક્શન

ભારત કનેક્શન

ડીજીપીના જણાવ્યાં મુજબ, સાજિદ છેલ્લા 27 વર્ષમાં લગભગ છ વખત ભારત આવ્યો હતો, તે પણ ખાસ કરીને સંપત્તિ સંલગ્ન મામલાઓ માટે. અહીં ખાસ વાત એ છે કે, પિતાના નિધન ઉપર પણ તે ભારત પાછો ફર્યો ન હતો. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, સાજિદ વિરુદ્ધ ભારતમાં આ અગાઉ કોઈ પણ અપરાધિક રેકોર્ડ ન હતો. તેણે  હૈદરાબાની અનવર ઉલ ઉલૂમ કોલેજમાંથી કોમર્સમાં સ્નાતકનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયન નાગરિક વેનેરા ગ્રોસો સાથે લગ્ન કર્યા અને એક પુત્ર તથા પુત્રી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સાજિદ 2011ની આસપાસ પત્નીને લઈને હૈદરાબાદ આવ્યો હતો જ્યાં પરંપરાગત રીતે નિકાહ થયા હતા.


પરિવારનું નિવેદન

પરિવારનું નિવેદન

પરિવારે પોલીસને જણાવ્યું કે, તેમને એ વાતની કોઈ જાણકારી નથી કે સાજિદ અને તેનો પુત્ર નાવેદ ક્યારે અને કઈ રીતે આવા કટ્ટરપંથી બન્યા. રિપોર્ટ્સથી સંકેત મળે છે કે તેઓ ISISની વિચારધારાથી પ્રભાવિત હતા. પરંતુ તેમના કટ્ટરપંથી બનવાના કારણોનો ભારત સાથે કોઈ સંબંધ જોવા મળતો નથી. બીજી બાજુ ઓસ્ટ્રેલિયાથી આવતી માહિતી મુજબ, નાવેદના વાહનથી વિસ્ફોટક સામગ્રીઓ અને ISISના હાથથી બનેલા 2 ઝંડા મળ્યા છે. આ હુમલામાં કુલ 40 લોકો ઘાયલ થયા જેમાં 3 ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ છે. જેમાંથી બેની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top