અમદાવાદની ૧૨ સ્કુલોને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી! ધમકીમાં આ ખાસ વ્યક્તિઓનો પણ ઉલ્લેખ! જાણો

અમદાવાદની ૧૨ સ્કુલોને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી! ધમકીમાં આ ખાસ વ્યક્તિઓનો પણ ઉલ્લેખ! જાણો

12/17/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદની ૧૨ સ્કુલોને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી! ધમકીમાં આ ખાસ વ્યક્તિઓનો પણ ઉલ્લેખ! જાણો

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી છે. અને આ વખતે એક નહીં પણ ૧૨ મોટી સ્કુલોને આવી ધમકીઓ મળી છે. આજે સવારે અમદાવાદની ઝેબર,મહારાજા અગ્રસેન અને ઝાયડસ, DAV ઈન્ટરનેશલ, ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, આવિષ્કાર સ્કૂલ, અને જેમ્સ એન્ડ જેમિસન અને નિર્માણ સ્કૂલ સહિતની સ્કૂલોમાં બોમ્બ મુક્યાના ધમકી ભર્યા ઈ-મેઈલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે.


આ સ્કૂલોને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો

આ સ્કૂલોને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો

ઝેબર સ્કૂલ, થલતેજ

DAV ઈન્ટરનેશલ સ્કૂલ, મકરબા

CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અડાલજ

ડીપીએસ, બોપલ

નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર

ઝાયડસ સ્કૂલ, વેજલપુર

મહારાજા અગ્રસેન સ્કૂલ, ગુરુકુળ રોડ

આવિષ્કાર સ્કૂલ, કલોલ

જેમ્સ એન્ડ જેનીસીસ, ખોરજ-ખોડિયાર

અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુર

ઉદગમ સ્કૂલ, થલતેજ

તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ બોપલ


ઇ-મેઈલ દ્વારા મળેલી ધમકીમાં આ નેતાનો પણ ઉલ્લેખ

સ્કૂલોને સવારે 8:33 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. તેમાં અમદાવાદમાં સ્કૂલોથી લઈને સાબરમતી જેલ સુધી બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ આપવામાં આવી હતી. ઉપરાંત આ ઈમેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટારગેટ કરવાનો ઉલ્લેખ છે. સાયબર ક્રાઈમને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઈમેલ વિદેશી IP એડ્રેસ પરથી મોકલવામાં આવ્યા હતા. ઈમેલના વિષયમાં જ બોમ્બ બ્લાસ્ટની ચેતવણી હતી. ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો ,કે બપોરે 1:11 વાગ્યે સ્કૂલોમાં વિસ્ફોટો થશે. આ સાથે લખાણમાં ઉશ્કેરણીજનક રાજકીય ભાષા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનો ઉલ્લેખ કરી ગભરાટ ફેલાવવાનો ઈરાદો પણ સ્પષ્ટ દેખાતો હતો.


સ્કૂલ કેમ્પસમાં ખૂણે-ખૂણે સઘન ચેકિંગ

સ્કૂલ કેમ્પસમાં ખૂણે-ખૂણે સઘન ચેકિંગ

આ બાબતની જાણ થતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ ત્વરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, ફાયર બ્રિગેડની ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી ઘરે રવાના કરી શાળાનું પરિસર ખાલી કરવામાં આવ્યું હતું.

હાલમાં બોમ્બ સ્કવૉડ અને ડોગ સ્કવૉડ દ્વારા સમગ્ર સ્કૂલ કેમ્પસમાં ખૂણે-ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને તેઓ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા હાલ ઈમેઈલનું પગેરું શોધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અમદાવાદની અનેક નામાંકિત સ્કૂલોને આવા ફેક ઈ-મેઈલ મળી ચૂક્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top