ગુજરાતના આ જિલ્લામાં 9 મહિનામાં જ 341 સગીરાઓ ગર્ભવતી થઈ! સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો, જાણો વ

ગુજરાતના આ જિલ્લામાં 9 મહિનામાં જ 341 સગીરાઓ ગર્ભવતી થઈ! સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો, જાણો વિગતે

12/11/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના આ જિલ્લામાં 9 મહિનામાં જ 341 સગીરાઓ ગર્ભવતી થઈ! સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો, જાણો વ

મહેસાણા જિલ્લા આરોગ્ય તરફથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં એપ્રિલ થી ડિસેમ્બર 2025 સુધીમાં એટલે કે, પાછલા 9 મહિનામાં જ 341 સગીરાઓ ગર્ભવતી હોવાના આંકડા નોંધાયા છે. આ આંકડાઓ આશાવર્કર સહિત ગામડાઓ સુધી પહોંચતા સરકારી કર્મચારીઓ દ્વારા નોંધવામાં આવ્યા છે. જ્યારે બીજી છોકરીઓ સ્કૂલની બેગ ઉપાડીને પોતાના સપનાંની દુનિયામાં દોડી રહી છે, ત્યારે મહેસાણાની 341 દીકરીઓના ખોળામાં બાળકની જવાબદારીઓ આવી ગઈ છે.


ચોંકાવનારા આંકડા

ચોંકાવનારા આંકડા

મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લામાં 14 વર્ષની 2, 15 વર્ષની 34, 16 વર્ષની 76 અને 17 વર્ષની 229 કિશોરીઓ ગર્ભવતી છે. આમ 13 થી 17 વર્ષની કુલ 341 કિશોરીઓ ગર્ભવતી હોવાના આંકડા મળી રહ્યાં છે. આ ઉપરાંત ખેરાલુ 19, વડનગર -24, ઉંઝા- 20, વિસનગર-26 અને વિજાપુરમાં 28 કિશોરીઓ ગર્ભવતી હોવાના આંકડા સામે આવી રહ્યાં છે. આ સર્વે દરમિયાન એક અત્યંત આઘાતજનક કિસ્સો પણ બહાર આવ્યો હતો, જેમાં માત્ર 12 વર્ષની એક કિશોરી ગર્ભવતી હોવાનું જણાયું હતું. સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા એકમની દરમિયાનગીરી બાદ પરિવારનું કાઉન્સેલિંગ કરીને 4 ડિસેમ્બરના રોજ ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.


નાની વયે ગર્ભધારણના કિસ્સાઓ લાલબત્તી સમાન

આ અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, આ તમામ કિશોરીઓનું જિલ્લા આરોગ્ય તરફથી ખુબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેથી તેમને કોઈ તકલીફ પડે નહીં. વધુમાં તેમણે જણાવ્યું કે, જો જરૂરિયાત જણાય તો અમે સરકારી કાયદાઓ અને ધારાધોરણ પ્રમાણે એબોર્સન પણ કરવામાં આવતું હોય છે. જો બાળકીના જીવને જોખમ હોય તેવા કિસ્સામાં કાયદા પ્રમાણે બાળકીનું એર્બોર્શન કરાવવામાં આવતું હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ સગીરાના સ્વાસ્થ્ય માટેની પણ સતત ચકાસણી કરવામાં આવી રહી છે. 13 થી 17 વર્ષની નાની વયે ગર્ભધારણના કિસ્સાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે. સમાજે પોતાની બાળકીઓની સારસંભાળ રાખીને તેમના યોગ્ય ઉંમરે લગ્ન કરવા જોઈએ.

 


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top