રાજકોટમાં ખૂની ખેલ ખેલાયો, પતિએ પત્નીને ગોળી મારી અને પછી...
રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગ પરિસરમાં કરુણ ઘટના સામે આવી છે. છેલ્લા દોઢ મહિનાથી પ્રેમ સંબંધને લઈને પતિ-પત્નિ વચ્ચે ઝઘથઈ રહ્યો હતો અને ઘર કંકાસ આખરે હવે ખૂની ખેલમાં ફેરવાઇ ગયો. કાકી અને ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સબંધનો કરુણ અંજામ આવ્યો છે.
આજે સવારે રોષે ભરાયેલા પતિએ પત્ની યોગમાંથી પરત આવતા બિલ્ડિંગના પરિસરમાં પત્નીને ગોળી મારી દીધી અને ત્યારબાદ પોતે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. પતિનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. ફ્લેટના સ્થાનિકોએ પોલીસને જાણ કરી છે ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ફ્લેટના પરિસરમાંથી પોલીસને એક ફૂટેલી કારતૂસ મળી આવી છે, હત્યા કેમ કરી તેનું કારણ અકબંધ છે, તો પોલીસે હાલ પરિજનોની પૂછપરછ શરૂ કરી છે, ફાયરિંગ કરતા આસપાસના લોકો પણ બહાર દોડી આવ્યા હતા, ઈજાગ્રસ્ત પત્નીનું પોલીસે નિવેદન લીધુ છે.
પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે અને પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, તો પોલીસે મૃતકનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે, સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી પતિ અને પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલતો ચાલી રહ્યો હતો અને તેના કારણે આ ઘટના બની છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના ભત્રીજા સાથે પત્નીને પ્રેમ સબંધ હતો. જેની જાણ થતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને પત્ની ઘર છોડી એક બિલ્ડિંગમાં રહેતી તેની સહેલીના ઘરે રહેવા જતી રહી હતી. દોઢ મહિનાથી પતિ મનાવતો હતો અને ઘરે પરત આવવા કહ્યું હતું. છતા પત્ની ઘરે પરત ન આવી અને આજે સવારે રોષે ભરાયેલ પતિએ પત્ની યોગા કરી પરત આવતા બિલ્ડિંગ પરિસરમાં પોતાની પરવાનાવાળી રિવોલ્વરથી ફાયરિંગ કરી પત્નીને ગોળી મારી બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp