નાપાક પાકિસ્તાન હવે ભારતના માસુમ છોકરાઓને નિશાન બનાવી રહ્યું છે! થયો મોટા નેટવર્કનો પર્દાફાશ! જાણો વિગતો
ભારતના પડોશી કમ દુશ્મન વધારે એવા પાકિસ્તાનની ચઢું એક નાપાક હરકત સામે આવી છે. માહિતી સામે આવી છે કે, પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISI હવે ભારતમાં નાના બાળકોને નિશાન બનાવી તેમને ફસાવવાના કાવતરા કરી રહી છે. આ મામલે પઠાણકોટ પોલીસે જાસૂસીના આરોપસર 15 વર્ષના છોકરાની ધરપકડ કરી છે. આરોપ છે કે તે છેલ્લા એક વર્ષથી પાકિસ્તાનમાં ISI હેન્ડલર્સને ભારત વિશે માહિતી પૂરી પાડતો હતો. તપાસ દરમિયાન તેના મોબાઇલ ફોનમાંથી નોંધપાત્ર માત્રામાં માહિતી મળી આવી હતી.
મહત્વનું છે કે, પાકિસ્તાન હવે પોતાની નાપાક પ્રવૃત્તિઓ દ્વારા ભારતને નુકસાન પહોંચાડવા માટે હવે ભારતમાં નાના બાળકોને નિશાન બનાવી રહ્યું છે. આ મામલે ધરપકડ કરાયેલ બાળકની સાથે પંજાબના અન્ય બાળકો પણ ISI સાથે સંકળાયેલા હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસે આ અંગે પંજાબના વિવિધ જિલ્લાઓને માહિતી આપી એલર્ટ જારી કર્યું છે.
આ 15 વર્ષનો છોકરો જમ્મુના સાંબા જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની ધરપકડ બાદ કાર્યવાહી શરૂ કરી છે. પૂછપરછ દરમિયાન પોલીસને એ પણ જાણવા મળ્યું કે, પંજાબના અન્ય ઘણા જિલ્લાઓમાં નાના બાળકો પણ ISIના સંપર્કમાં છે. પરિણામે પોલીસે પંજાબના વિવિધ જિલ્લાઓને એલર્ટ કર્યા છે જેથી આ બાળકોને સમયસર પકડી શકાય અને ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને ન પહોંચે.
આ અંગે માહિતી આપતા પઠાણકોટ પોલીસે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલ 15 વર્ષનો બાળક જે પાકિસ્તાનના ISIના સંપર્કમાં હતો. તે પાકિસ્તાનને આ માહિતી કેવી રીતે પૂરી પાડતો હતો તે અંગે નોંધપાત્ર માહિતી જાણવા મળી છે. ઉપરાંત આમાં પંજાબના અન્ય બાળકો પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે, તેથી પંજાબના વિવિધ જિલ્લાઓમાં પોલીસને તેમના વિશે માહિતી આપતા જણાવ્યું છે કે, ટૂંક સમયમાં આ બાળકો પણ પોલીસ કસ્ટડીમાં હશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp