મહારાષ્ટ્રના રાજકારણની આશ્ચર્યજનક ઘટના! સત્તા માટે બીજેપી-કોંગ્રેસનું અણધાર્યું પગલું! જાણો સમગ

મહારાષ્ટ્રના રાજકારણની આશ્ચર્યજનક ઘટના! સત્તા માટે બીજેપી-કોંગ્રેસનું અણધાર્યું પગલું! જાણો સમગ્ર હકીકત

01/07/2026 Politics

SidhiKhabar

SidhiKhabar

મહારાષ્ટ્રના રાજકારણની આશ્ચર્યજનક ઘટના! સત્તા માટે બીજેપી-કોંગ્રેસનું અણધાર્યું પગલું! જાણો સમગ

મહારાષ્ટ્રની આગામી નગરપાલિકાની ચુંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના રાજકીય સમીકરણોમાં એક આશ્ચર્યજનક પ્રકરણની શરૂઆત થઈ છે. બીજેપીએ થાણે જિલ્લાની અંબરનાથ નગર પરિષદમાં સત્તા મેળવવા માટે વિરોધ પક્ષ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે. આ ઐતિહાસિક ગઠબંધનનો મુખ્ય હેતુ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાને સત્તાથી દૂર રાખવાનો છે. માહિતી મુજબ, આ ગઠબંધનમાં અજિત પવારની એનસીપી પણ સામેલ થઈ છે, ત્યારે હવે શિવસેનાએ વિપક્ષની બેંચ પર બેસવાનો વારો આવ્યો છે. આ અણધાર્યા સમીકરણને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.


અંબરનાથ વિકાસ અઘાડી

અંબરનાથ વિકાસ અઘાડી

માહિતી છે કે, અંબરનાથ નગર પરિષદમાં ભાજપે કોંગ્રેસ અને અજિત પવાર જૂથ સાથે મળીને 'અંબરનાથ વિકાસ અઘાડી' નામનું નવું ગઠબંધન રચ્યું છે. અહીં ભાજપ કુલ 32 કાઉન્સિલરોના ટેકા સાથે બહુમતી તરફ વધી રહ્યું છે, જેમાં ભાજપના 14, કોંગ્રેસના 12 અને એનસીપીના 4 કાઉન્સિલરોનો સમાવેશ થાય છે. તેથી જ ભાજપના તેજશ્રી કરંજુલ અંબરનાથ નગર પરિષદના મેયર પદે વિજયી બન્યા છે. શિવસેના(શિંદે જૂથ)એ આ જોડાણને 'અભદ્ર ગઠબંધન' ગણાવી  ભાજપ પર પીઠમાં છરો ભોંકવાનો આરોપ લગાવ્યો છે.


ભાજપ પર બેવડા વલણનો આરોપ

ભાજપ પર બેવડા વલણનો આરોપ

આ ઘટનાક્રમથી શિંદે જૂથના ધારાસભ્ય કિનીકરે ભાજપના બેવડા વલણ પર પ્રહારો કરતા કહ્યું છે કે, 'એક તરફ ભાજપ કોંગ્રેસ-મુક્ત ભારતની વાત કરે છે અને બીજી તરફ સત્તા માટે તેમની સાથે જ ગઠબંધન કરે છે. ત્યારે ભાજપના ઉપાધ્યક્ષ ગુલાબરાવ કરંજુલ પાટીલે આ આક્ષેપોને ફગાવતા કહ્યું હતું કે, શિંદે જૂથ છેલ્લા 25 વર્ષથી ભ્રષ્ટાચારમાં ડૂબેલું હતું અને અનેકવાર ચર્ચા કરવા છતાં તેમના તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા આ નિર્ણય લેવો પડ્યો છે.'

આ મામલે શ્રીકાંત શિંદેએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'આ ગઠબંધન અંગેનો જવાબ ભાજપે જ આપવો જોઈએ. અંબરનાથમાં થયેલા આ નવા ખેલથી 'મહાયુતિ' (ગઠબંધન) માં તિરાડ પડવાની શક્યતાઓ વધી ગઈ છે. આગામી સમયમાં આ રાજકીય ખેંચતાણ વધુ ઉગ્ર બને તેવા સંકેતો મળી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top