ભાજપના આ નેતાએ સોમનાથ મંદિર મુદ્દે પંડિત નહેરુને લીધા બાનમાં! સબુત સાથે લગાવ્યા આ ગંભીર આરોપ! જાણો
ગુજરાતના સોમનાથ મંદિર પર વિદેશી આક્રાન્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યા તેને આ વર્ષે ૧૦૦૦ વર્ષ પુરા થયા છે. જેના ભાગરૂપે સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ 11 તારીખે સોમનાથ ખાતે પહોંચી ભગવાન મહાદેવ સામે શીશ ઝુકાવી તેમના દર્શનો લાભ મેળવશે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ પર સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કેટલાક ગંભીર દસ્તાવેજો જાહેર કર્યા છે. સુધાંશુ ત્રિવેદીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, નહેરુના મનમાં સોમનાથ મંદિર પ્રત્યે અત્યંત ઘૃણા હતી. તેમણે માત્ર પડોશી દેશને ખુશ કરવા માટે ભારતના સાંસ્કૃતિક વારસાને ઓછો આંક્યો હતો. ઇતિહાસમાં મહમૂદ ગઝનવી અને અલાઉદ્દીન ખિલજી જેવા આક્રમણકારોએ સોમનાથ મંદિરને અનેકવાર લૂંટ્યું અને તેને ભૌતિક રીતે નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ, મંદિર પ્રત્યે પંડિત નહેરુનું વલણ તેનાથી પણ વધુ નુકસાનકારક હતું.
ભાજપના નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર નહેરુએ પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન લિયાકત અલી ખાનને લખેલ એક પત્ર શેર કરતા સનસનાટી ભર્યો દાવો કર્યો છે. આ પત્રમાં નહેરુએ ખાનને 'પ્રિય નવાબજાદા' કહીને સંબોધ્યા હતા. ઉપરાંત નહેરુએ સોમનાથના ઐતિહાસિક દરવાજાની કથાને આ પત્રમાં સંપૂર્ણપણે ખોટી અને કપોળકલ્પિત ગણાવી હતી. અહીં ભાજપનો તર્ક છે કે, પાકિસ્તાનના દુષ્પ્રચાર સામે લડવાને બદલે નહેરુએ તેમને ખુશ રાખવા માટે હિંદુ ગૌરવના પ્રતીકોને નબળા પાડ્યા હતા. સુધાંશુ ત્રિવેદીએ આ મુદ્દે દલીલ કરી હતી કે "આ પત્ર એક પ્રકારનું ભારતનું બૌદ્ધિક આત્મસમર્પણ હતું. નહેરુએ ભારતના સભ્યતાગત વારસાની રક્ષા કરવાના બદલે મંદિરના પુન:ર્નિર્માણને ઓછું મહત્ત્વ આપવાના પ્રયાસો કર્યા હતા."
भारत के प्रथम प्रधानमंत्री जवाहरलाल नेहरू जी केवल एक नेता नहीं थे, बल्कि एक विचार के प्रतीक थे। और वह विचार भारत के लिए कितना भयावह और खौफनाक था, तथा उस असली चेहरे पर कितना बड़ा पर्दा डालकर रखा गया था, इसे आज जानने की आवश्यकता है।बहुत ही दुखद बात है कि अप्रैल 1951 में जवाहरलाल… pic.twitter.com/5YRXWWqocN — Dr. Sudhanshu Trivedi (@SudhanshuTrived) January 7, 2026
भारत के प्रथम प्रधानमंत्री जवाहरलाल नेहरू जी केवल एक नेता नहीं थे, बल्कि एक विचार के प्रतीक थे। और वह विचार भारत के लिए कितना भयावह और खौफनाक था, तथा उस असली चेहरे पर कितना बड़ा पर्दा डालकर रखा गया था, इसे आज जानने की आवश्यकता है।बहुत ही दुखद बात है कि अप्रैल 1951 में जवाहरलाल… pic.twitter.com/5YRXWWqocN
અત્રે ઉલ્લેખનીય છે કે, પંડિત નહેરુ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના પક્ષમાં ન હતા. આ તો સરદાર વલ્લભભાઈ પટેલ અને કે.એમ. મુનશીના સખત પ્રયાસોને કારણે મંદિરણો જીર્ણોદ્ધાર શક્ય બન્યો હતો. આ પ્રસંગે નહેરુએ તેને 'હિંદુ પુનરુત્થાનવાદ' ગણાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્રિવેદીએ દાવો કર્યો કે, નહેરુએ માત્ર પ્રોટોકોલ ખાતર જ નહીં, પરંતુ વૈચારિક વિરોધને કારણે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને પણ મંદિરના ઉદ્ઘાટનમાં જતાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દસ્તાવેજો જાહેર કરીને ભાજપ કોંગ્રેસની એ વિચારધારાને લોકો સમક્ષ લાવવા માંગે છે જે હંમેશાથી ભારતીય સંસ્કૃતિ અને પ્રતીકોની વિરુદ્ધ રહી છે. તેથી આગામી સમયમાં આ મુદ્દો રાજકીય ગલિયારાઓમાં વધુ ગરમાય તેવી શક્યતા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp