વેનેઝુએલા બાદ હવે પાડોશી દેશમાં લેન્ડ સ્ટ્રાઈક કરશે અમેરિકા! ટ્રમ્પે કરી દીધી જાહેરાત

વેનેઝુએલા બાદ હવે પાડોશી દેશમાં લેન્ડ સ્ટ્રાઈક કરશે અમેરિકા! ટ્રમ્પે કરી દીધી જાહેરાત

01/09/2026 World

SidhiKhabar

SidhiKhabar

વેનેઝુએલા બાદ હવે પાડોશી દેશમાં લેન્ડ સ્ટ્રાઈક કરશે અમેરિકા! ટ્રમ્પે કરી દીધી જાહેરાત

અમેરિકાએ મેક્સિકોમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરવાની વાત કહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે રાત્રે ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘અમે હવે ડ્રગ તસ્કરો સામે ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. મેક્સિકો પર ડ્રગ તસ્કરોનું રાજ છે. તે દેશની સ્થિતિ જોઈને ખૂબ જ દુઃખ થાય છે, પરંતુ ડ્રગ તસ્કરોનું રાજ છે, અને તેઓ દર વર્ષે અમેરિકામાં 300,000 લોકોના જીવ લઈ રહ્યા છે.’

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ડ્રગ હેરફેર માટે દરિયાઈ માર્ગો સામે અમેરિકાએ મોટી સફળતા મેળવી છે અને હવે જમીન માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે, ‘અમે દરિયાઈ માર્ગે આવતા 97 ટકા ડ્રગ્સ રોકી દીધા છે, અને હવે અમે કાર્ટેલ્સ સામે ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. મેક્સિકો પર ડ્રગ કાર્ટેલ્સનું નિયંત્રણ છે. કાર્ટેલ્સ મેક્સિકો ચલાવી રહ્યા છે. આ ખૂબ જ દુઃખદ છે. તે દેશ સાથે શું થઈ રહ્યું છે?’

મેક્સિકોએ તાજેતરમાં હત્યાઓમાં 40% ઘટાડા આંકડા રજૂ કરીને ટ્રમ્પ વહીવટીતંત્રને બતાવવાનો પ્રયાસ કર્યો છે કે તે ગુના સામે અસરકારક કાર્યવાહી કરી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા મેક્સિકોમાં ગ્રૌંદ ઓપરેશનની ધમકી ડ્રગ હેરફેર સામે તેમની આક્રમક નીતિનો એક ભાગ છે. ટ્રમ્પે વેનેઝુએલાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની સરકાર પર ડ્રગ કાર્ટેલ્સને રક્ષણ આપવા અને સમુદ્ર માર્ગે અમેરિકામાં ડ્રગ્સની દાણચોરી કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.


અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો હતો

અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો હતો

તાજેતરમાં, અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર હુમલો કરી દીધો હતો અને માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને બંધક બનાવ્યા હતા. અમેરિકન સૈનિકો માદુરો અને ફ્લોરેસને ન્યૂયોર્ક લઈ ગયા હતા, જ્યાં તેમની સામે અમેરિકન કાયદા હેઠળ ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. માદુરોએ અમેરિકન કોર્ટમાં આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે અમેરિકન સૈન્યએ તેમનું અને તેમની પત્નીનું અપહરણ કર્યું હતું. વિશ્વ જોઈ રહ્યું છે કે શું ટ્રમ્પની નિવેદનબાજી વાસ્તવિક કાર્યવાહીમાં પરિણમે છે કે નહીં.


અમે વિદેશી લશ્કરી હસ્તક્ષેપ સ્વીકારતા નથી: શેનબૌમ

અમે વિદેશી લશ્કરી હસ્તક્ષેપ સ્વીકારતા નથી: શેનબૌમ

ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે કોઈપણ અમેરિકન લશ્કરી કાર્યવાહીને સખત રીતે નકારી કાઢી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, મેક્સિકો સિટીમાં તેમની દૈનિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન શેનબૌમે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મેક્સિકો સુરક્ષા બાબતોમાં અમેરિકા સાથે સહયોગ કરશે, પરંતુ ફક્ત એવી શરતો પર જે દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ડ્રગ હેરફેર અને સંગઠિત ગુના સામેની લડાઈમાં આંતરરાષ્ટ્રીય સહયોગ જરૂરી છે, પરંતુ આ સહયોગ પરસ્પર આદર અને સમાનતા પર આધારિત હોવો જોઈએ.

ટ્રમ્પના નિવેદનો વિશે પૂછવામાં આવતા, શેનબૌમે સમજાવ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિએ વારંવાર મેક્સિકોમાં અમેરિકન લશ્કરી ભૂમિકાનો મુદ્દો ઉઠાવ્યો છે, જેને તેમની સરકારે સખત નકારી કાઢ્યો છે. શેનબૌમે કહ્યું કે, ‘એ વાતનું પુનરાવર્તન કરવું મહત્ત્વપૂર્ણ છે કે મેક્સિકોમાં લોકો શાસન કરે છે અને અમે એક સ્વતંત્ર, સ્વાયત્ત અને સાર્વભૌમ દેશ છીએ.’ અમે સુરક્ષા મુદ્દાઓ પર અમેરિકા સાથે સહયોગ કરવા સંમત છીએ; પરંતુ અમે ગૌણતા અને દખલગીરી સ્વીકારતા નથી.’ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે મેક્સિકો કોઈપણ વિદેશી લશ્કરી હસ્તક્ષેપ સ્વીકારશે નહીં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top