શાહબાઝ શરીફ જેલમાં જશે! પાકિસ્તાની વડાપ્રધાને શું ગુનો કર્યો, જેની સજા મળી શકે છે?
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની મુશ્કેલીઓ વધી ગઈ છે. બલુચિસ્તાન પ્રજાસત્તાકે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. બલુચિસ્તાન પ્રજાસત્તાકે જણાવ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને બલુચિસ્તાનની સાર્વભૌમત્વના ગંભીર અને ઇરાદાપૂર્વક ઉલ્લંઘન બદલ ધરપકડ કરવી જોઈએ. બલુચિસ્તાને ગયા વર્ષે પાકિસ્તાનથી સ્વતંત્રતા જાહેર કરી હતી. તેમના નિવેદનથી સ્વતંત્રતા માટેના તેમના દાવાઓને મજબૂતી મળે છે. શાહબાઝ શરીફ પર માન્ય વિઝા વિના બલુચિસ્તાનમાં પ્રવેશવાનો આરોપ છે. બલુચિસ્તાનના કોઈપણ એરપોર્ટ પરથી આવતા કે જતા સમયે બલુચિસ્તાન પ્રજાસત્તાકના કાયદા હેઠળ તેમની ધરપકડ થઈ શકે છે.
બલુચિસ્તાન પ્રજાસત્તાકે પડોશી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સામે ઔપચારિક રીતે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ માન્ય વિઝા અથવા કાનૂની પરવાનગી વિના બલુચિસ્તાનના પ્રદેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા. આ બલુચિસ્તાનની પ્રાદેશિક અખંડિતતાનું સ્પષ્ટ ઉલ્લંઘન અને તેના હવાઈ ક્ષેત્ર પર ગેરકાયદેસર અતિક્રમણ છે.
બલુચિસ્તાન પ્રજાસત્તાક આની સખત અને સ્પષ્ટપણે નિંદા કરે છે. ઘોષણામાં જણાવાયું છે કે, બલુચિસ્તાન એક અલગ, સાર્વભૌમ અને સ્વતંત્ર રાજ્ય છે. કોઈપણ વ્યક્તિ હોય- પછી તેમનું પદ, દરજ્જા અથવા રેન્ક કંઈ પણ હોય, અહી સુધી કે પાકિસ્તાનના વડાપ્રધાનને પણ બલુચિસ્તાનના ઇમિગ્રેશન કાયદાઓમાં છૂટ નથી. યોગ્ય કાનૂની દસ્તાવેજો અને વિઝા વિના બલુચિસ્તાનમાં પ્રવેશ કરવો એ બલુચિસ્તાન કાયદા હેઠળ ફોજદારી ગુનો છે.
એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે, બલુચિસ્તાન પ્રજાસત્તાક ક્વેટા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર અથવા તેના અધિકારક્ષેત્રમાં કોઈપણ પ્રવેશ અથવા એક્ઝિટ પોઈન્ટ પર શાહબાઝ શરીફને અટકાયતમાં લેવાનો અને ધરપકડ કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે.
સાથે જ ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે આ ઘોષણા પાકિસ્તાનના વડાપ્રધાન, પાકિસ્તાનના આર્મી ચીફ અને તમામ પાકિસ્તાની અધિકારીઓ અને નાગરિકો માટે અંતિમ અને ઔપચારિક ચેતવણી છે કે બલુચિસ્તાન પ્રજાસત્તાક દ્વારા જાહેર કરાયેલ પૂર્વ વિઝા મંજૂરી વિના ભવિષ્યમાં કોઈ પ્રવેશ સહન કરવામાં આવશે નહીં.
માન્ય બલુચિસ્તાન વિઝા અથવા સત્તાવાર ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના બલુચિસ્તાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરનાર અને પકડાઈ જવાથી બલુચિસ્તાન પ્રજાસત્તાકના કાયદા અનુસાર કાર્યવાહી અને સજાનો સામનો કરવો પડશે અને તેને બળજબરીથી પાકિસ્તાન મોકલી શકાય છે.
ગયા વર્ષના મે મહિનામાં, બલુચિસ્તાન રાષ્ટ્રવાદી નેતાઓએ પાકિસ્તાનથી સ્વતંત્રતાની ઘોષણા કરી. તેમનું કહેવું છે કે આ પ્રદેશ દાયકાઓથી હિંસા, બળજબરીથી ગુમ થવા અને માનવાધિકાર ઉલ્લંઘનોથી પીડાતો રહ્યો છે. બલુચિસ્તાનના પ્રસ્તાવિત રાષ્ટ્રીય ધ્વજ અને સ્વતંત્ર બલુચ રાજ્યના નકશાની છબીઓ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી હતી, જેમાં ‘રિપબ્લિક ઓફ બલુચિસ્તાન’ બધા પ્લેટફોર્મ પર ટ્રેન્ડ કરી રહ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp