7 વર્ષની બાળકીની દીક્ષા મામલે સુરત ફેમિલી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, કર્યો આ કડક આદેશ! જાણો

7 વર્ષની બાળકીની દીક્ષા મામલે સુરત ફેમિલી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, કર્યો આ કડક આદેશ! જાણો

12/22/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

7 વર્ષની બાળકીની દીક્ષા મામલે સુરત ફેમિલી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, કર્યો આ કડક આદેશ! જાણો

સુરતમાં 7 વર્ષની બાળકીની દીક્ષા મામલે ફેમિલી કોર્ટએ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, બાળકના જીવન સંબંધિત મોટા નિર્ણયો બંને માતા-પિતાની સંમતિ અને કોર્ટની મંજૂરી વગર લઈ શકાતા નથી. હાલ કોર્ટની મંજૂરી મળ્યા વગર બાળકીની દીક્ષા નહીં થઈ શકે. સુરત શહેરમાં રહેતા એક પિતા દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી અરજી બાદ આ મામલો સામે આવ્યો છે.


શા માટે દિક્ષા પર રોક?

શા માટે દિક્ષા પર રોક?

પિતાનો આરોપ છે કે, તેમની પત્ની તેમની સંમતિ વિના નાની દીકરીને દીક્ષા આપવા અડગ છે. પિતાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, 7 વર્ષની ઉંમરે બાળકીને આ પ્રકારનો મોટો નિર્ણય લેવડાવવો યોગ્ય નથી. અહીં બાળકીની માતાએ દીકરીને લઈને છેલ્લા છ મહિનાથી પતિથી અલગ રહેવાનું શરૂ કર્યું છે. તેણીએ દીકરીને 8 ફેબ્રુઆરી 2026ના રોજ મુંબઈમાં યોજાનારા સામૂહિક દીક્ષા મહોત્સવમાં દીક્ષા અપાવવાનો નિર્ણય કર્યો હતો. આ મહોત્સવમાં કુલ 63 લોકોને દીક્ષા અપાનાર છે. જ્યારે આ બાબતની જાણ પિતાને થઈ, ત્યારે તેમણે દીકરીની દીક્ષા અટકાવવા સુરત ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી. કોર્ટએ આ મામલે ગંભીરતા દાખવી અને હાલ દીક્ષા પર રોક લગાવી બાળકીના પિતાને એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.


પિતાનું નિવેદન

પિતાનું નિવેદન

આ અંગે વાત કરતાં દીકરીના પિતાએ મીડિયાને જણાવ્યું હતું કે, “જો મારી પત્ની સમજદારી દાખવતી, તો આ મુદ્દો કોર્ટ સુધી પહોંચ્યો જ ન હોત. દીકરી મોટી થાય પછી જો તે પોતાની ઇચ્છાથી દીક્ષા લેવા માગે, તો તૈયાર છીએ. પરંતુ 7 વર્ષની ઉંમરે એવો કઠિન નિર્ણય લેવડાવવો યોગ્ય નથી.” તેમણે વધુમાં કહ્યું કે, વેકેશન દરમિયાન તેમની પત્નીએ દીકરીને ધાર્મિક ગુરુ પાસે રાખવા મોકલી દીધી હતી અને ત્યારબાદ પિયર જતી રહી હતી. તેણીએ સ્પષ્ટ શરત મૂકી હતી કે, દીકરીની દીક્ષા માટે હા પાડે તો જ તે ઘરે પાછી આવશે. પિતાનો આરોપ છે કે દીકરી પર માનસિક દબાણ કરવામાં આવી રહ્યું છે. હાલ આ મામલે પિતાની વાત માન્ય રાખવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top