'ધુરંધર'એ આટલા કરોડમાં ડીલ કરી સ્થાપિત કર્યો નવો OTT રેકોર્ડ, જાણો આ પ્લેટફોર્મ પર જોઈ શકાશે
આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત અને રણવીર સિંહ, અક્ષય ખન્ના, સારા અર્જૂન, આર. માધવન, સંજય દત્ત દ્વારા અભિનીત ફિલ્મ 'ધુરંધર' વધતા દિવસોની સાથે કમાણીની બાબતમાં નવા રેકોર્ડ સ્થાપિત કરી રહી છે. 5 ડિસેમ્બરના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મએ ભારતમાં 483.00 કરોડની કમાણી કરી છે, જ્યારે વિશ્વભરમાં આ કમાણી 700 કરોડને વટાવી ગઈ છે. થિયેટર રિલીઝ પછી "ધુરંધર" એ હવે OTT પ્લેટફોર્મ પર પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
માહિતી મુજબ, તાજેતરમાં રવિ ચૌધરીએ તેના એક્સ-એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ મુજબ 'ધુરંધર' એ તેના નેટફ્લિક્સ સ્ટ્રીમિંગ રાઇટ્સ 285 કરોડમાં વેચીને એક નવો ઓટીટી સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે. હિન્દી ફિલ્મ માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો નેટફ્લિક્સ સોદો છે. આ પહેલા 'પુષ્પા 2' એ તેના ઓટીટી રાઇટ્સ નેટફ્લિક્સને આશરે 275 કરોડમાં વેચ્યા હતા, જે તે સમયે એક રેકોર્ડ માનવામાં આવતો હતો. અને 'ધુરંધર'એ તે રેકોર્ડ તોડી નાખ્યો છે અને નેટફ્લિક્સ પર એક નવો ઓલ-ટાઇમ ઓટીટી રેકોર્ડ બનાવ્યો છે.
"ધુરંધર"ની વાર્તા પાકિસ્તાનમાં આતંકવાદી નેટવર્કને ખતમ કરવાની આસપાસ ફરે છે. વાર્તા કંદહાર હાઇજેકિંગ અને ભારતીય સંસદ પરના હુમલા જેવી ઘટનાઓ સાથે જોડાયેલી છે, જો કે ફિલ્મ સંપૂર્ણપણે કાલ્પનિક છે. વાર્તામાં પંજાબના 20 વર્ષના છોકરાને પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરતી અને તેમને ઘૂંટણિયે લાવવાની કાર્યવાહીમાં ધકેલી દેવામાં આવતો દર્શાવવામાં આવ્યો છે. દર્શકો આ ફિલ્મની પટકથાને બોલીવુડના સ્પાય યુનિવર્સની શ્રેષ્ઠ વાર્તા ગણાવી રહ્યા છે, જે તેના આ મજબુત પેર્ફોર્મંસ નો આધાર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp