ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે હિન્દી દર્શકોને કરશે કૃષ્ણમય, ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થવાથી આટલી દુર, જાણો આંકડાઓ
લોકોમાં બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ 'લાલો - કૃષ્ણ સદા સહાયતે' સતત નવા રેકોર્ડ્સ બનાવી નવી ઇતિહાસ લખી રહી છે. માહિતી મુજબ, ત્યારે હવે ધમાકેદાર કમાણી કરનાર આ ફિલ્મને હવે દેશભરના દર્શકો જોઈ શકશે. આ ફિલ્મની ટીમ દ્વારા તાજેતરમાં એક પોડકાસ્ટમાં આ વાત અંગે મોટો ખુલાસો કર્યો હતો કે, ગુજરાતી ભાષામાં મળેલી ઐતિહાસિક સફળતા અને દર્શકોના પ્રેમ બાદ હવે ફિલ્મને હિન્દી ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. જેથી આ ફિલ્મ દ્વારા હિન્દી દર્શકો પણ 'કૃષ્ણમય' બની જશે. ટીમે સ્પષ્ટ કર્યું કે, હિન્દી ભાષામાં રિલીઝ બાદ ફિલ્મ વધુ મોટા પ્રેક્ષકવર્ગ સુધી પહોંચશે.
'લાલો'ની વાર્તા મનુષ્ય અને ઈશ્વર વચ્ચેના આધ્યાત્મિક બંધન પર આધારિત છે. ફિલ્મમાં કૃષ્ણભક્તિના તત્ત્વોને આધુનિક સમાજ સાથે સુંદર રીતે જોડવામાં આવ્યા છે. ઈમોશનલ ટચ, જીવનમૂલ્યો અને 'કૃષ્ણ સદા સહાયતે'નો મેસેજ દર્શકોને અંત સુધી જકડી રાખે છે. આ જાહેરાત બાદ ગુજરાતી ફિલ્મ જગતમાં અને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ફિલ્મના રિલીઝ બાદ ગુજરાતભરના થિયેટરોમાં હાઉસફુલ શો નોંધાયા હતા અને વિવેચકો તરફથી પણ પોઝિટિવ રિવ્યુઝ મળ્યા હતા. આ જ કારણે 'લાલો' હવે ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ તરીકે નોંધાઈ ગઈ છે. હિન્દી રિલીઝ બાદ ફિલ્મના કલેક્શનમાં વધુ વધારો થવાની અપેક્ષા છે.
ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો પ્રથમ સપ્તાહે માત્ર 26 લાખની કમાણી થઈ હતી. ત્યારબાદ બીજા સપ્તાહમાં 29 લાખ અને ત્રીજા સપ્તાહમાં 43 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ત્યારબાદ ચોથું સપ્તાહ ફિલ્મ માટે ગેમ ચેન્જર સાબિત થયું અને તેણે 10.32 કરોડનું કલેક્શન કર્યું હતું. તો પાંચમાં સપ્તાહે ફિલ્મની કમાણી 24.7 કરોડ રૂપિયા રહી અને છઠ્ઠા સપ્તાહનું કલેક્શન 24.9 કરોડ રૂપિયા રહ્યું.
માહિતી પ્રમાણે, લાલો કૃષ્ણ સદા સહાયતેએ રિલીઝના 43મા દિવસે એટલે કે છઠ્ઠા શુક્રવારે 1.90 કરોડની કમાણી કરી છે. આ સાથે ફિલ્મની 43 દિવસમાં કુલ કમાણી 65.30 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફિલ્મના શાનદાર પ્રદર્શનને જોતા લાગી રહ્યું છે કે તે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે. પરંતુ આ ફિલ્મએ 100 કરોડની ક્લબમાં સામેલ થવા માટે હજુ 35 કરોડનું કલેક્શન કરવું પડશે. જો સાતમાં વીકેન્ડ પર કોઈ ચમત્કાર થાય છે અને તેના કલેક્શનમાં વધારો થાય છે તો તે 100 કરોડની નજીક પહોંચી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp