દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલવામાં આવેલા હથિયારોનો જથ્થો જપ્ત કરાયો, જાણો આ બંદૂકો કોના માટે હતી
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક મોટા આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ રેકેટમાં સામેલ 4 શંકાસ્પદોની ધરપકડ કરી છે, જેઓ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા કુખ્યાત ગેંગસ્ટરોને મોકલવામાં આવેલા અત્યાધુનિક હથિયારો પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, હથિયારોનો જથ્થો પંજાબ થઈને ભારત લાવવામાં આવ્યો હતો અને તે લોરેન્સ બિશ્નોઈ, બંબીહા, ગોગી અને હિમાંશુ ભાઉ ગેંગ માટે મોકલવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા હથિયારોમાં તુર્કી અને ચીનમાં બનેલા હાઇટેક હથિયારોનો સમાવેશ થાય છે.
ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે કેટલાક તસ્કરો રાજધાનીમાં હથિયારોનો મોટો જથ્થો પહોંચાડવાના છે. ત્યારબાદ, રોહિણી વિસ્તારમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી મોટી માત્રામાં અત્યાધુનિક હથિયારો જપ્ત કર્યા અને સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓ પંજાબ અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે કેટલાક તસ્કરો રાજધાનીમાં હથિયાર સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યા છે. જેના પગલે ટીમે છટકું ગોઠવીને આરોપીની ધરપકડ કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp