એક વ્યક્તિના હાર્ટએટેકે લઈ લીધા ૪ લોકોના જીવ! સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, જુઓ વિડીઓ
મહારાષ્ટ્રના થાણેથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. જિલ્લાના અંબરનાથ શહેરમાં શુક્રવારે સાંજે ફલાયઓવર પર એક દર્દનાક અકસ્માતની ઘટના ઘટી હતી. જ્યાં બેફામ થઈ ગયેલી ગાડીએ ૪ થી ૫ વાહનોને ટક્કર મારી દેતા આ અકસ્માતમાં ૪ લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ આખી ઘટના નજીકની ઈમારત પર લગાડેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
સામે આવેલ સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે, કાર અચાનક ઝડપથી સામે આવી રહેલા બે બાઈક સહિત અનેક વાહનોને જોરદાર ટક્કર મારી પલટી ખાઈ જાય છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે, એક બાઈક સવાર હવામાં ઊછળીને સીધો ફ્લાયઓવરથી નીચે ફેકાઇ જાય છે. આસપાસના લોકો દોડીને ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. વાસ્તવમાં સાંજે 6.42 વાગ્યે કાર ચલાવી રહેલા આ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવતાં કાર નિયંત્રણ બહાર થઈ ગઈ હતી.
માહિતી મુજબ, આ અકસ્માતમાં કુલ 4 લોકોનાં મોત થયા છે. જેમાં કાર ચલાવી રહેલા વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. જ્યારે 3 ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત પણ ગંભીર હોવાનું જણાવાયું છે. પોલીસે ઘટનાની નોંધ કરી છે અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp