સુરતની ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરે રેસ્ટોરન્ટમાંથી લગાવી મોતની છલાંગ, ૨ મહિના બાદ થવાના હતા લગ્ન! જ

સુરતની ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરે રેસ્ટોરન્ટમાંથી લગાવી મોતની છલાંગ, ૨ મહિના બાદ થવાના હતા લગ્ન! જાણો હકીકત

11/22/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતની ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરે રેસ્ટોરન્ટમાંથી લગાવી મોતની છલાંગ, ૨ મહિના બાદ થવાના હતા લગ્ન! જ

સુરતમાં મહિલા ડોક્ટરના આપઘાતના સમાચાર સામે આવતાં ચકચાર મચી ગઈ છે. શુક્રવારે સાંજે 7 વાગ્યે સરથાણા જકાતનાકાના ચાઇલટ પાર્ટનર કાફેમાં એકલા ગયા બાદ ફિઝિયોથેરાપિસ્ટે નવમા માળેથી ઝંપલાવીને મોત વ્હાલુ કર્યું હતું. રાધિકા કોટડીયા પોતાનું પ્રાઇવેટ ફિઝિયો ક્લિનિક ધરાવે છે. આ ઘટના બાદ રાધિકાને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી, સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજ્યું છે. આપઘાત પાછળનું કારણ હજું સુધી બહાર આવ્યું નથી. જેથી સરથાણા પોલીસે આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.


નાવમાં માળેથી મોતની છલાંગ

નાવમાં માળેથી મોતની છલાંગ

માહિતી અનુસાર, સુરતમાં 27 વર્ષિય ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરે આપઘાત કરી લીધો છે. શુક્રવારે(21 નવેમ્બર) સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલી વિશ્વા રેસિડેન્સિમાં રહેતી રાધિકા કોટડિયા નામની મહિલા ડોક્ટર બીઝનેસ હબના નવમા માળે આવેલા ચાઈ પાર્ટનર કાફેમાં ગઈ હતી. જ્યાં અચાનક ખુરશીમાંથી ઊભી થઈ નવમા માળેથી કૂદી આપઘાત કરી લીધો હતો. બાદમાં રાધિકા કોટડિયાને ગંભીર હાલતમાં હોસ્પીટલ ખસેડવામાં આવી હતી. જો કે, ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. એકાએક કરેલા આપઘાતથી પરિવારમાં ભારે દુઃખ માહોલ છવાઈ ગયો છે.


આપઘાતનું કારણ અકબંધ

માહિતી મુજબ, મહિલા ડોક્ટર ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી. તેની 6 મહિના પહેલા જ એક યુવક સાથે સગાઈ થઈ હતી. અને આગામી ફેબ્રુઆરી મહિનામાં તેના લગ્ન પણ થવાના હતા. જો કે, લગ્ન પહેલા જ  આપઘાતનું પગલું ભરતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ડોક્ટર રાધિકાએ મંગેતર સાથેના અણ બનાવોના કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે આપઘાત પાછળનું હજુ સુધી ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. જેથી સરથાણા પોલીસે પરિવારના નિવેદન અને મોબાઈલના આધારે મહિલા ડોક્ટરના આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top