ગુજરાતમાં ભાઈબીજના દિવસે જ ભાઈ-બહેનના સંબંધને કલંક લગાડતા બનાવો બન્યા, જાણો વિગતો

ગુજરાતમાં ભાઈબીજના દિવસે જ ભાઈ-બહેનના સંબંધને કલંક લગાડતા બનાવો બન્યા, જાણો વિગતો

10/24/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં ભાઈબીજના દિવસે જ ભાઈ-બહેનના સંબંધને કલંક લગાડતા બનાવો બન્યા, જાણો વિગતો

તહેવારના ટાણે પણ ગુજરાતના શહેરોમાં હત્યાની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી. અમદાવાદમાં ભાઈબીજના દિવસે જ હત્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામ્યો છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં પતિ-પત્નીના ઝઘડાનો લોહિયાળ અંત આવ્યો છે. ભાઈબીજના દિવસે જ સાળાઓએ બહેનના પતિ એટલે કે બનેવીની હત્યા કરી નાખી હોવાનો આક્ષેપ છે. આ ઘટનાને પગલે આસપાસમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.


કેમ કરી હત્યા?

કેમ કરી હત્યા?

મળતી માહિતી મુજબ, ભાઈબીજના દિવસે અમદાવાદના વાડજ વિસ્તારમાં સાળાઓએ બહેન સાથે અણબણાવના કારણે રોષે ભરાઈ બનેવીની હત્યા કરી નાંખી હતી. ભાવેશ મકવાણા નામના વ્યક્તિનો તેની પત્ની સાથે અંગત કારણોસર કોઈ વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ વિશે પત્નીએ પોતાના ભાઈઓને જાણ કરી હતી. ત્યાર બાદ તેના ભાઈઓએ આ મામલે દખલગીરી કરી અને વિવાદ ઘટવાની બદલે વધી ગયો. આ ઝઘડામાં પહેલાં તેમણે ભાવેશને ઢોર માર માર્યો અને બાદમાં તેને પાંચમાં માળેથી નીચે ફેંકી દીધો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, બહેન ત્રાસ આપતા હોવાથી બનેવીની હત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાવેશભાઈ વ્યવસાયમાં રિક્ષા ચલાવવતા હતા.

મૃતકના પિતાના જણાવ્યા અનુસાર, ભાવેશને થોડું દેવું થઈ ગયું હતું જેના કારણે બંને પતિ-પત્ની વચ્ચે વિવાદ ચાલતો હતો. આ ઝઘડા વિશે ભાવેશની પત્નીએ તેના ભાઈઓને વાત કરતા રોષે ભારાયેલા ઘરે આવ્યા અને સીધું જ ઝઘડવાનું શરૂ કરી દીધું. અને આ ઘટનાને અંજામ આપ્યો.


હત્યાના અન્ય બનાવો

બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે મૃતકની પત્ની અને સાળા સહિત અન્ય સંભવિત આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી સાળાને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ હત્યા પાછળ ભાવેશ અને તેની પત્ની વચ્ચેનો લાંબા સમયથી ચાલતો વિવાદ મુખ્ય કારણ હતો. વાડજ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ભાઈબીજના દિવસે જ ગુજરાતમાં અન્ય બે હત્યાના બનાવો પણ બન્યા હતા. જેમાં સુરતમાં સાળા-બનેવીના પવિત્ર સંબંધોને કલંક લગાડતો એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. ભાઈબીજના પવિત્ર દિવસે જ બનેવીએ પોતાના સાળાને મોતને ઘાટ ઉતાર્યો હતો. સુરત ઉપરાંત ભરૂચમાં ભાઈબીજે પારિવારિક ઝઘડામાં બનેવીએ પોતાના સાળાની છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top